ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
તોમર  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
૧. [ સં. ] पुं. એ નામના દેશનો રહેવાસી.
૨. पुं. ( પિંગળ ) એ નામનો એક છંદ. તેના દરેક ચરણમાં સગણ અને બે જગણ મળી નવ અક્ષરો હોય છે.
૩. पुं. એ નામનો એક પ્રાચીન દેશ.
૪. पुं. એ નામનો એક પ્રાચીન રાજવંશ. તેનું રાજ્ય દિલ્હીમાં ૮થી ૧૨ સૈકા સુધી હતું. પ્રસિદ્ધ રાજા અનંગપાળ આ વંશનો હતો. પાછળથી તોમરોએ કનોજમાં રાજધાની કરી હતી. કનોજમાં આ વંશનો પ્રસિદ્ધ રાજા જયપાળ થયો હતો.
૫. पुं. ( સંગીત ) એ નામનો એક રાગ.
૬. पुं. એક જાતનો ઈરાની સિક્કો.
૭. पुं. ( પિંગળ ) એક વિષમજાતિ માત્રામેળ છંદ. આ છંદ આનંદવસ્તુ છંદનો એક ભેદ છે. તેમાં ૫ ગુરુ અને ૮૦ લઘુ મળી ૮૫ વર્ણ અને ૯૦ માત્રા હોય છે.
૮. पुं. ( પિંગળ ) બાર માત્રાનો એક છંદ. તેના અંતમાં એક ગુરુ અને એક લઘુ હોય છે.
૯. पुं. ( જ્યોતિષ ) વિષુવાંશ ૧૩૪ અને ઉત્તર ક્રાંત્યંશ ૧૨માં આવેલો ચોથા મહત્ત્વનો એક તારો.
૧૦. पुं. હાથી ઉપર રખાતી એક લડાયક સામગ્રી; મુદ્ગર.
૧૧. न. એક પ્રકારનું શસ્ત્ર; ભાલું; છત્રીશ માંહેનું એક શસ્ત્ર; જેને ગડાસા અથવા સવળી કહે છે તે અસ્ત્ર.
૧૨. न. પોલાદના તીક્ષ્ણ કાંટાવાળું માથું લગાડેલી લાકડી; કડિયાળી; ભાલા ભાલા જેવાં ફળાંવાળી લાકડી; રવૈયાના આકારનું એક જાતનું શસ્ત્ર.