ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
મુક્તાનંદ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
पुं. ઈશ્વર.
पुं. દુનિયાથી મુક્ત થઈ આનંદ ભોગવનાર માણસ; ત્યાગી પુરુષ.
पुं. મુક્ત જનનો આનંદ; મોક્ષનો આનંદ; જ્ઞાનની અવસ્થાએ થતો આનંદ.
पुं. સંસાર બંધનથી છૂટેલા કે મોક્ષ પામેલા એવા પુરુષોનું આનંદનું ઠેકાણું.
पुं. સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુ કવિ. આ કવિનાં કાવ્યોમાં ઉદ્ધવગીતા સંગીન ગણાયું છે. તેનું રૂકિમણી વિવાહનું કાવ્ય લોકોમાં એટલું બધું પ્રિય થઈ પડયું છે. કે એક પણ લગ્નોત્સવ એવો નહિ જતો હોય કે જ્યાં મુક્તાનંદનું રૂકિમણી વિવાહ સ્ત્રીઓમાં ગવાયા વિના રહે. તે સહજાનંદના શિષ્ય હતા. ઈ. સ. ૧૭૬૦ માં તેમનો જન્મ થયો હતો અને ઈ. સ. ૧૮૫૧ માં ગઢડા મુકામે તેઓ અક્ષરધામ સિધાવ્યા.