ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
હિંદુકુશ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
पुं. હિંદનો એ નામનો એક પર્વત. તે કશ્મીર અને અફઘાનિસ્તાન અને રશિઅની સરહદ વચ્ચે આવેલો છે. જો કે હિંદુકુશનો મોટો ભાગ કશ્મીરની બહાર આ પર્વતમાં ઊંચામાં ઊંચું શિખર તીરસમીર છે; જેની ઊંચાઈ ૨૫,૪૨૬ ફૂટ છે. તેનું બીજું શિખર સાહ ઈસતરાગ છે, જેની ઊંચાઈ ૨૪,૧૭૧ ફૂટ છે. હિંદકુશ શબ્દનો અર્થ હિંદુની કતલ-વધ એવો થાય છે. આ નામ પાછળ એવો ઇતિહાસ છે કે, પ્રાચીનકાળમાં હિંદુ રાજ્યની જાહોજલાલીના સમયમાં હિંદુ સત્તા ઠેઠ પાટલિ-પુત્રથી યારકંદ અને કાશગર સુધી પ્રવર્તેલી હતી. તે સમયમાં હિંદુ લશ્કર આ પર્વત ઓળંગી જતું હતું પણ માર્ગમાં સખત ઠંડી અને આફતોને લીધે આખું લશ્કર નાશ પામ્યું હતું. તેથી જ આ પર્વતનું નામ હિંદુકુશ પડ્યું.