ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
હિંદુવિશ્વવિદ્યાલય  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
न. એ નામની કાશીમાં માલવિયાજીએ સ્થાપેલી વિદ્યાપીઠ. એ સંબંધે ગાંધીજી લખે છે કે: માલવિયાજીએ હિંદુસ્તાનને માટે જન્મ ધારણ કર્યો અને હિંદુસ્તાનની સેવાને કાજે કરેલા પોતાનાં કાર્યોમાં તેઓ જીવે છે.તેમનાં કાર્યો પણ કેટલાં ? અને કેવા મોટાં? પણ તેમનાં બધાં કામોમાં સૌથી મોટું કામ હિંદુ વિશ્વવિદ્યાલય છે. ભૂલમાં રહીને આપણે તેને બનારસ હિંદુ યુનિવર્સિટીને નામે ઓળખીએ છીએ; પણ આ નામ રાખવાનો દોષ માલવિયાજી મહારાજના નથી, તેમના અનુયાયીઓનો છે. માલવિયાજી મહારાજ દાસાનુદાસ હતા, પોતાના ભક્તો ને અનુયાયીઓ જેમ કરતા, તેમ કરવા દેતા. મારો તો ખયાલ છે કે, પોતાના માણસોને અનુકૂળ થવાનો તેમનો સ્વભાવ હતો. તેમને તો હિંદુવિશ્વવિદ્યાલય નામ જ પ્રિય હતું. મને લાગે છે કે, સંસ્થાના નામનાં આ સુધારો હજીએ કરવા જેવો ને થઈ શકે તેવો છે. એ વિશ્વવિદ્યાલયની એક એક ઈંટ અને પથ્થરે પથ્થરમાં શુદ્ધ હિંદુધર્મનું પ્રતિબિંબ પડે. તેનું એક પણ મકાન પશ્ર્ચિમના જડવાદની નિશાની જેવું ન હોય, બલ્કે આત્માના ભવ્ય પ્રભાવનું પ્રતીક હોય અને જેવાં તેનાં મકાન તેવા જ તેના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અધ્યાપકો હોય. આજે એવું છે ? હરેક વિદ્યાર્થી શુધ્ધ ધર્મની જીવંત મૂર્તિ છે ? નથી, તો કેમ નથી ? આ વિશ્વવિદ્યાલયની કસોટી તેમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યાથી નહિ, તે બધામાં હિંદુધર્મ કેટલો મૂર્તિમંત થયો છે તે હકીકત ઉપરથી જ થઈ શકે; પછી ભલે એવા વિદ્યાર્થીઓની સંખ્યા અલ્પ હો.