ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
અભિસારિકા  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. અભિ ( તરફ ) + સૃ ( જવું ) ] स्त्री. આશકને મળવા સંકેતવાળે ઠેકાણે જનારી સ્ત્રી; સંકેત પ્રમાણે પ્રેમીને મળવા જનારી સ્ત્રી. વખત પ્રમાણે રૂપ અને શણગાર સજવાં, બુદ્ધિબળ બતાવવું, સાહસ અને છળ કરવાં એ તેના હાવભાવ છે. પરકીયા અભિસારીકાની ત્રણ જાત છેઃ કૃષ્ણાભિસારિકા એટલે અંધારી રાતે મળવા જનારી; ૨. શુક્લાભિસારીકા એટલે ચાંદનીમાં મળવા જનારી; અને ૩. દિવાભિસારિકા એટલે દિવસે મળવા જનારી.
वि. स्त्री. પાછળ જનારી.