ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ઈહામૃગ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. ] पुं. ( નાટ્ય ) નાટકના દશ માંહેનો એક ભેદ. તેમાં ચાર અંક અને દશ પાત્ર, નાયક ઈશ્વર અથવા દેવનો અવતાર અને નાયિકા દેવી હોય. મિશ્ર એટલે ભેળસેળ વિષયવાળા આ નાટકમાં શૃંગાર રસ ઓછો હોય. કેટલાકના મત પ્રમાણે તેમાં એક અંક, દિવ્ય સ્ત્રી માટે યુદ્ધ અને છ નાયક હોય.
पुं. બનાવટી હરણ; કૃત્રિમ મૃગ.
पुं. વરૂ.
[ સં. ઈહા ( ઇચ્છા ) + મૃગ ( હરણ ) ] पुं. હરણની માફક મેળવવી મુશ્કેલ એવી નાયિકા ઇચ્છનાર નાયક.