ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ઔત્સુક્ય  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. ઉત્સુક ( આતુર ) + ય ( નામ બનાવનાર પ્રત્યય ) ] न. આતુરતા; તાલાવેલી.
न. ઉત્સુકતા; ઉત્સાહ.
न. ( વેદાંત ) કાર્ય કે અકાર્યના અવિચારને લીઘે થયેલો એક જાતનો ઉમંગ.
न. ( વેદાંત ) રમણિય ફળપ્રાપ્તિના સાધન વડે તે ફળ મેળવવાને થતી ઉત્કટ ઇચ્છા.
न. વ્યભિચારી ભાવ માંહેનો એ નામનો એક ભેદ. વિલંબ સહેવાય નહિ એવી ઉત્કંઠાને ઔત્સુક્ય કહે છે. પ્રિય વસ્તુના સ્મરણ, દર્શન આદિક વિભાવથી થયેલું, વિલંબ ન સહેવાય એવું, ત્વરા, નિઃશ્વસિત, ઉચ્છ્વસિત, કૃશતા, મનઃશૂન્યતા, દિગવલોકન ઇત્યાદિ અનુભાવ વડે વર્ણવાતું રૂપ. જેમકે, જાતાં ત્વરાથી નિજ સાસવામાં, માર્ગે જ છૂટ્યો નિજ કેશપાલ હાથે જ રૂંધ્યો પણ તે ન બાંધ્યો, પ્રાણેશને ભેટું કરે વિચાર.