ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
કવચી  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. ] पुं. ( પુરાણ ) ધૃતરાષ્ટ્રના સો માંહેનો એક પુત્ર.
पुं. શિવ; વેદમાં વપરાયેલ રુદ્રનું એક નામ.
स्त्री. હલકી જાતની ડાંગર.
न. કવચવાળું પ્રાણી; બખ્તર જેવી કઠણ ચામડીના પડવાળું પ્રાણી. ઇંગ્લંડના કિનારા ઉપર તે વિશેષે કરીને જોવામાં આવે છે. જીંગા, ચીંગડી, કરચલા, ઘણ, પાણીના ચાંચડ, વહાણિયાં વગેરે પ્રાણી આ જાતનાં છે. તેનાં શરીર ઉપર ચૂર્ણમય પદાર્થથી બનેલી ચીકણી છીપ હોય છે. માથું, વક્ષ:સ્થળ અને પેટ એવા ત્રણ વિભાગ તેના શરીરના થયેલા હોય છે. મોટાં પ્રાણીઓમાં એ વિભાગની સંખ્યા ૨૦ કે ૨૧ની હોય છે, પણ કનિષ્ઠ પ્રાણીઓમાં તેની સંખ્યા વધુ ઓછી હોય છે. મૂછ અથવા સ્પર્શેદ્રિયની ઘણુંખરૂં બે જોડી હોય છે.
वि. કવચ ધારણ કરનાર; કવચયુક્ત; કવચવાળું.
वि. કાચબા વગેરે કઠણ પ્રાણીની જાતનું.