ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
કુટજપુટપાક  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. ] पुं. ( વૈદ્યક ) ઝાડના રોગનું એક ઔષધ. તે બનાવવા લીલી કડાછાલને ચોખાના ધોવરામણમાં વાટી કલ્ક કરી તેનો ગોળો કરવો. ગોળા ઉપર જાંબુડાનાં પાન વીંટી સૂતર વીંટવું. તેના ઉપર ઘઉંની કણકનો લેપ કરી તે ઉપર કાળી માટીનો એક આંગળ લેપ કરવો. પછી તેને અડાયાં છાણાં વચ્ચે ઉપરની માટી લાલ થાય તેટલો અગ્નિ આપવો. માટી લાલ થાય કે તુરત ગોળો બહાર કાઢી ઉપરનું આવરણ દૂર કરી ભીંજવેલા માટીના ખાદીના ટુકડાથી નીચોવી રસ કાઢી લેવો. એકથી બે તોલા સુધી તે મધ સાથે લેવાય છે.