ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
કુટજલેહ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. ] पुं. ( વૈદ્યક ) હરસ મટાડવાનું કડાછાલનું ચાટણ. તે બનાવવા કડાછાલનો કવાથ કરી અષ્ટામાંશ બાકી રહે ત્યારે ઉતારી ગાળી લઈ તેમાં સરખે ભાગે રતાંજલી, વાવડિંગ, ત્રિકુટ, ત્રિફાળા,, રસવંતી, ચિત્રાનાં મૂળ, ઇંદ્રજવ, વ્રજ, અતિવિષની કળી અને બીલીના ગર્ભનું વસ્ત્રગાળ ચૂર્ણ નાખી ચાટણ જેવું થતાં સુધી ચૂલા ઉપર રાખી હલાવતા રહેવું. પછી ચૂલા ઉપરથી ઉતારી ઠંડુ થયે તેમાં ચૂર્ણથી અર્ધું મધ મેળવવું.