ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
કુટજારિષ્ટ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. ] न. ( વૈદ્યક ) અતિસાર, રક્તાતિસાર, પિત્તાતિસાર અને આમાતિસારમાં આપાતી એક જાતની દવા. તે બનાવવા ૪૦૦ તોલા કડાછાલનું ચૂર્ણ લઈ તેમાં ૨૦૦ તોલા દ્રાક્ષ નાખી અંદર ૪૦ તોલા મહુડાનાં ફૂલ અને શીવણનાં ફૂલ નાખવાં. તેને ૪૦૯૬ તોલા પાણીમાં નાખી ઉકાળવાં. ૧૦૨૪ તોલા પાણી બાકી રહે ત્યારે તેને ગાળી લઈ તેમાં ૮૦ તોલા ધાવડીનાં ફૂલ તથા ૪૦૦ તોલા ગોળ નાખવો પછી એક માટીના ઠામમાં નાખી મોઢું બંધ કરી એક માસ સુધી રાખી મૂકવું. તેની માત્રા ૨ થી ૫ તોલા છે.