ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
કુટજાવલેહ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. ] पुं. ( વૈદ્યક ) હરસ ઉપર અપાતી એ નામની દવા. તે બનાવવા ૪૦૦ તોલા કડાછાલ લઈ તેને અધકચરી ખાંડી ૧૦૪ તોલા પાણીમાં નાખી ઉકાળવી. ચોથો ભાગ બાકી રહે ત્યારે તેની અંદર ૧૨૦ તોલા ગોળ નાખવો ને ફરી તે ઉકાળવું. ઘાટું થાય ત્યારે તેમાં રસાંજન, મોચરસ, સૂંઢ, મરી, પીપર, હરડાં, બેડાં, આમળાં, રિસામણી, ચિત્રો, કાળીપાટ, કુણાં બીલાં, ઇંદ્રજવ, ભિલામું, અતિવિષ, વાવડિંગ અને વાળો એ દરેક ચાર તોલા લઈ તેનું ચૂર્ણ કરી નાખું અને તેની અંદર એક કુડવ ઘી નાખી થીજવવું. પછી તેની અંદર એક કુડવ મધ નાખવું. આ દવા મરડો, જીર્ણ અતિસાર અને ઊલટીમાં પણ દેવાય છે. તેની માત્રા ૧/૪ થી ૧ તોલો છે.