૧
|
[ સં. ગર્ભદીપ ] |
पुं. |
અંદર દીવો હોય એવો કાણાં કાણાંવાળો માટીનો કે ધાતુનો નાનો મોરિયો. દીવો ઠરી ન જાય અને તેનાં કિરણ ચારે બાજુ નીકળી શોભે તે માટે તેને ઘણાં કાણાં રાખવામાં આવ્યાં હોય છે. દેવીપ્રસાદન માટે નવરાત્રિમાં ઘરમાં પૂજાર્થે તે રાખવામાં આવે છે.
|
૨
|
|
पुं. |
તાળીઓ પાડતાં દીવા કે માંડવીની આસપાસ ફરતાં ગાવું તે.
|
૩
|
|
पुं. |
મોટી ગરબી; લહેકાવીને ગાવાનો એક રાગ; રાસડો.
|
|