ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ઘંટીખીલડો  
ઉચ્ચાર: ( ઘંટીખીલડ઼ો )

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
पुं. પાંચ કે વધારે રમનાર છોકરાઓની એ નામની એક મેદાની રમત; કાગડૂંડું; કોરડાદાવ; કોરડાવટ. તેનો કોરડો મુકામણી, ખીલગોટીલો, ખીલદડો, ખીલપાડો, ગરઝાપટિયો, ગોયપાક્યો, ઘાંચીનો ગોધલો, ઘાણી, ચીરચપેટો, ચીલચપટા, ચીલઝપટ, ટોપાટપલી, ડૂંડું, ડોશીનો પોંક, ડોસાડોસી, ઢાંકણીમાં ઢૂંઢૂં, ઢૂંડી, ધોબીશલ, પાડાખીલો, પાડાપોળ, પીલ્લાદડી, ભમરગોટીલો, મડસગોટીલા, મામાની મોદ, મામાની મોર, ખીલગબટ્ટા, લૂગડાં મેલામણી, શેપટ, શેપટીમાર, હનુમાનજીનું પૂછડું, હાડિયા કરસણ, હાડિયા ડૂંડું અથવા હાંલ્લું પણ કહે છે. રમવાની જગ્યાની વચ્ચે એક લાકડાનો ખીલો દટાય છે અથવા ખીલાને બદલે રમનાર છોકરાઓમાંથી દાવ સિવાયના ગમે તે એક છોકરાને તે જગ્યાએ બેસાડવામાં આવે છે. પછી દાવવાળા છોકરાના લૂગડાનો એક છેડો ખીલે બાંધે છે અથવા છોકરો બેઠો હોય તો તેની પાસે ઝલાવે છે. તે લૂગડાનો બીજા છેડો ઝાલી દાવવાળો છોકરો ખીલાની અથવા ખીલાને ઠેકાણે બેસાડેલા છોકરાની આસપાસ ગોળ કૂંડાળામાં ફરે છે. બીજા મરનાર છોકરાઓ પોતાની પાસે જ ધોતિયું કે પટકો હોય તેના ગોળ દડા વાળીને કૂંડાળાની વચ્ચેની ખીલી પાસે અથવા ખીલીને ઠેકાણે બેસાડેલો છોકરાના મોઢા આગળ મૂકે છે. પછી તે બધા છોકરા પેલો દાવવાળો છોકરો જે કૂંડાળામાં ફરે છે તેની બહાર છૂટા ઊભા રહે છે. આમ ગોઠવાયા પછી તેઓ દાવવાળા છોકરાની નજર ચુકાવી કૂંડાળામાંથી એકે એક બધા ગોટીલા લઈ જવા પ્રયત્ન કરે છે. દાવવાળો છોકરો જો કોઈ છોકરાનો પકડી પાડે તો તેનો દાવ ઊતરે અને જેને અડક્યો હોય તેને માથે દાવ આવે. આ રમત રમવાની એક બીજી રીત છે: દાવવાળા છોકરાને લૂગડાનો એક છેડા ઝલાવી વચ્ચોવચ ખીલીને ઠેકાણે બેસાડે છે ને એક હોશિયાર છોકરો તેનો બીજો છેડો ઝાલે છે અને બીજા હાથમાં કોરડો રાખી ગોળ ફરે છે. બીજા છોકરાઓ વચમાં બેઠેલા છોકરાને ધપ્પા મારવા જાય એટલે પેલો ફરનાર છોકરો કોરડો મારવા અથવા અડક્વા પ્રયત્ન કરે. જેને કોરડો વાગે અથવા અડકાય તેને માથે દાવ આવ્યો ગણાય.