ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ઘંટીટાંકણિયો  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
पुं. ૧. એક જાતનું પક્ષી; કંસારો; ટુકટુક; હુડહુડ. શિયાળામાં આ પક્ષી હિંદુસ્તાનમાં બધે દેખાય છે, પણ ઉનાળામાં પૂર્વ અને પશ્ચિમ હિમાલયમાં જતાં રહે છે અને ઈંડાં પણ ત્યાં જ મૂકે છે. ઈંડાં મૂકવાની ઋતુ ફેબ્રુઅરિથી જુલાઈ સુધી હોય છે. ઈંડાંની સંખ્યા ત્રણથી દશ સુધીની અને તે રંગે ઝાંખાં લીલાં વાદળી હોય છે. તેનો અવાજ ઘંટી ઉપર પડતાં ટાંકણાના અવાજ જેવો છ, તે ઉપરથી તેને ઘંટીટાંકણિયો કહે છે. તે બંને બાજુ ઝૂકતું જાય અને ટુકટુક અવાજ કરતું જાય. તેનો રંગ સુંદર હોય છે. માથાનો લાલ રંગ આંખની આસપાસના પીળા રંગના કૂંડાળા સુધી પહોંચેલો હોય છે. માથા ઉપર કલગી હોય છે. માથાના પાછલા ભાગમાં સહેજ કાળો અને તેની નીચે પીઠ ઉપર લીલો રંગ હોય છે. ઉપર તપકીરિયાં છાંટણાં અને ગળે કાળો કાંઠલો હોય છે. પેટ ઉપર આછા પીળા અને લીલા રંગના નાના લીટા હોય છે. પગ લાલ હોય છે. આ રીતે તેના વિધવિધ રંગોથી આ પક્ષી ઘણું સુંદર લાગે છે. તેની પૂંછડી ટૂંકી અને શરીરનો આગળનો ભાગ વજનદાર હોવાથી તેની બેઠક બીજાં પક્ષીઓ કરતાં વધારે ઊભી હોય છે. તે કદી જમીન ઉપર બેસતું નથી, પણ તારની નીચી વાડ કે લીમડો, વડ પીપળો વગેરેની પાતળી ડાળીઓ ઉપર બેસે છે. તેના પંજા પોપટની જેમ મજબૂત હોય છે. બીજાં પક્ષીઓ કરતાં આ પક્ષી બહાદુર છે. માણસ છેક નજીક જતાં સુધી તે ઊડતું પણ નથી. આખો વખત એ ખાવા કરતાં ગાવાનું વધારે પસંદ કરે છે.