ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
દર્ભ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. ] पुं. એક જાતનું ધારવાળું પાનઠોનું ઘાસ; કુશ; દરભ; દાભ; ડાભ. આ ઘાસ પવિત્ર ગણાય છે. જેથી સંધ્યા, તર્પણ, યજ્ઞ, શ્રાદ્ધ અને કર્મકાંડ વગેરેમાં વપરાય છે. તેનાં પાનની બેઉ કોર હાથ કે પગમાં વાગે એવી તીક્ષ્ણ હોય છે. યજ્ઞમૂર્તિ વરાહ ભગવને પોતાનું શરીર ધુણાવતાં જે રુંવાટાં ખર્યા તે દર્ભ અને કાસ નામના લીલા રંગના ઘાસરૂપે ઊગી નીકળ્યાં એમ કહેવાય છે. જે સ્થળે આ રુવાંટાં ખર્યાં તે બર્હિષ્મતી નામના તીર્થથી પ્રસિદ્ધ છે. બીજું ઘાસ ન મળે ત્યારે જ આ ઘાસ ઢોર ખાય છે. વળી એમાંથી દોરી, દોરડાં, આસનિયાં વગેરે બને છે. તેનાં મૂળ ઔષધમાં કામ આવે છે. ગ્રહણ વખતે ખાદ્ય પદાર્થો અભડાય નહિ એવી માન્યતાને લીધે દરેક વસ્તુની અંદર દર્ભની સળી મૂકવાનો ચાલ છે.
न. કુશળ આસન; કુશાસન.