૧
|
|
पुं. |
( પિંગળ ) એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે રોલાવસ્તુ છંદનો એક ભેદ છે. તેમાં ૨૦ ગુરુ અને ૫૬ લઘુ મળી ૭૬ વર્ણ અને ૯૬ માત્રા આવે છે.
|
૨
|
[ સં. ] |
पुं. |
ચંદ્ર પુરાણોમાં ચંદ્રનો બે વાર જન્મ થયેલો કહેલ છે. તે એક વાર અત્રિ ઋષિનો પુત્ર થયો હતો અને બીજી વાર સમુદ્રમંથન વખતે સમુદ્રમાંથી નીકળ્યો હતો.
|
૩
|
|
पुं. |
તુંબરૂ વૃક્ષ.
|
૪
|
[ સં. દ્વિ ( બે ) + જ ( જન્મેલું ) ] |
पुं. |
દાંત બાળકને પહેલાં દૂધિયાં દાંત આવે છે અને તે પડી ગયા પછી છાશિયા દાંત આવે છે. આમ બે વાર દાંત આવતા હોવાથી તેને દ્વિજ કહે છે.
|
૫
|
|
पुं. |
પ્રેમાનંદ કવિ.
|
૬
|
|
पुं. |
બે વાર જન્મેલો અથવા બીજી વાર વિધિયુક્ત યજ્ઞોપવીત થયેલું હોય તે માણસ. બ્રાહ્મણ, ક્ષત્રિય અથવા વૈશ્ય એ કોઈને પણ એ શબ્દ લગાડવામાં આવે છે, કારણ કે તેમના બે જન્મ મનાય છેઃ એક કુદરતી અને બીજો જ્ઞાન, સંસ્કૃતિ વગેરે દ્વારા આધ્યાત્મિક જન્મ.
|
૭
|
|
पुं. |
બ્રાહ્મણ; વિપ્ર. યજ્ઞોપવીત વિધાન સંસ્કારથી તેને નવો જન્મ મળે છે, તેથી બ્રાહ્મણ દ્વિજ કહેવાય છે.
|
૮
|
|
न. |
ચીરફળ. ચાર વર્ણમાં બ્રાહ્મણનો વર્ણ પીળો છે, તેવું ચીરફળ પણ પીળું હોય છે. માટે તેને દ્વિજ કહે છે.
|
૯
|
|
न. |
પક્ષી; પંખી; અંડજ.
|
૧૦
|
|
वि. |
બત્રીશ.
|
૧૧
|
|
वि. |
બે વાર જન્મેલું; બે વાર ઉત્પન્ન થયેલું; પુનર્જાત.
|