ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ધનિષ્ઠા  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. ] न. ( જ્યોતિષ ) અઠ્ઠાવીસ માંહેનું ચોવીશમું નક્ષત્ર. તેનો અધિપતિ દેવતા વસુ છે અને આકૃતિ મૃદંગના જેવી છે. ફલિત જયોતિષ અનુસાર ધનિષ્ઠા નક્ષત્રમાં જેનો જન્મ થયો હોય તે દીર્ઘકાય, કામાતુર, કફયુક્ત, ઉત્તમ શાસ્ત્રવેત્તા અને કીર્તિમાન થાય છે. તેના કોઈ પાંચ અને કોઈ છ તારા માને છે. ધનિષ્ઠા પંચક નામે પ્રસિદ્ધ છે. આ પાંચ ઝીણા તારા બહુ જ પાસે પાસે છે. શ્રવણની પૂર્વે કંઈક ઉત્તર તરફ એનો ઝૂમખો નજરે પડે છે.
न. મૃદંગ.
स्त्री. ( પુરાણ ) સોમની સત્તાવીશ માંહેની એ નામની એક સ્ત્રી; પ્રાચેતસ દક્ષની કન્યા.
वि. स्त्री. ધણા ધનવાળી.