ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
નિબંધ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. નિ ( માંહે ) + બંધ્ ( બાંધવું ) ] पुं. અટકાવ; રોધ; બંધન; પ્રતિરોધ.
पुं. અનેક મતોના સંગ્રહવાળી વ્યાખ્યા.
पुं. અમુક કાળે આપવાને કબૂલેલ વસ્તુ.
पुं. અમુક સમયે આપવાની કરેલી કબૂલત.
पुं. આગ્રહ.
पुं. એકનિષ્ઠા; આસક્તિ.
पुं. કાયદો; ધારો; ખરડો.
पुं. કારખાનું, ખાણ વગેરે પાસેથી લેવાની ઊધડ રકમ.
पुं. કોઈ પણ બાબત ઉપર મુદ્દાસર લખાયેલો લેખ; લિખિત પ્રબંધ; કોઈ પણ એકાદ વિષય ઉપર બુદ્ધિભાવ અને પ્રમાણ દૃષ્ટાંતથી થયેલું લખાણ. પોતાના મતાનુસાર ઇચ્છા પ્રમાણે લખાણની શૈલી અને વિષયની ગોઠવણ થઈ શકે તથા વસ્તુનો અન્વય કે સમર્થન થઈ શકે એવા સાહિત્યના પ્રબંધને નિબંધ કહે છે. પરંતુ આ શબ્દનો સામાન્ય ઉપયોગ સંક્ષિપ્ત છતાં સંપૂર્ણ ગદ્યલેખન એ પ્રમાણે હાલમાં કરવામાં આવે છે.
૧૦ पुं. ગાયન; ગાન; ગીત. મુખથી ઉત્પન્ન થતું ગીત ગાન કહેવાય છે. તેમાં જે ગીત તાલ, સ્વર, છંદ વગેરેથી યુક્ત અને નિયમવાળું હોય છે તે નિબંધ કહેવાય છે.
૧૧ पुं. નિબંધનો ગ્રંથ.
૧૨ पुं. નિશ્ચય.
૧૩ पुं. બંધકોષ; અપચો.
૧૪ पुं. બાંધવું તે; રચવું તે; રચના.
૧૫ पुं. બેડી; શૃંખલા.
૧૬ पुं. મૂત્રકૃચ્છનો રોગ; પેશાબ બંધ થઇ જવાની બીમારી; આનાહ રોગ.
૧૭ पुं. મૂળ; પાયો.
૧૮ पुं. લીંબડાનું ઝાડ; લીમડો.
૧૯ पुं. સરકારી આજ્ઞા.
૨૦ पुं. સંબંધ; સંયોગ.
૨૧ पुं. સ્થાવર મિલ્કત.