ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
નિષ્કુલાનંદ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. ] पुं. સ્વામીનારાયણ સંપ્રદાયના એ નામના એક ભક્ત કવિ. તેમનો જન્મ સંવત ૧૮૨૨માં હાલારમાં શેખપાટ ગામમાં થયો હતો. તેમનું પૂર્વાશ્રમનું નામ લાલજી હતું. તેમના પિતાનું નામ રામભાઈ અને માતાનું નામ અમૃતબાઈ હતું. ગુજરાતી સાહિત્યમાં વૈરાગ્યનાં કાવ્યોનો સારો ઉમેરો સ્વામીનારાયણ સંપ્રદાયના ભક્ત કવિઓએ કરેલો છે. તેમાં નિષ્કુલાનંદે વર્ણવેલો વૈરાગ્ય ઘણો અસરકારક છે. ગમે તેવા પ્રવૃત્તિમાર્ગમાં, ઘડમથલમાં તલ્લીન થયેલો માણસ, સર્વ પ્રકારે સુખ અને ઇંદ્રિયોપભોગમાં ગરકાવ થયેલો માણસ પણ એક વાર જો નિષ્કુલાનંદનાં કાવ્યની લહેરો અનુભવે તો આ સંસારના પોકળપણાની, મનુષ્યોની બાલિશતાની તેમ જ અધમતાની પ્રતીતિ તેને થયા વિના રહેતી નથી. માત્ર વૈરાગ્યનો વિષય જ નિષ્કુલાનંદનાં કાવ્યની વસ્તુ નથી; શૃંગાર, વીર અને કરુણ રસની પણ તેમનાં કાવ્યમાં ઉત્તમ જમાવટ થઈ છે. તેમની વાણી વધારે સંસ્કારી છે, તેમનું વાચન વધારે વિશાળ છે, તેમનું મનુષ્યસ્વભાવનું જ્ઞાન વધારે સંગીન છે, તેમની દૃષ્ટાંત આપવાની ચમત્કૃતિ વધારે હૃદયંગમ છે, તેમનું પદબંધન વધારે શાસ્ત્રીય છે અને તેમનું કાવ્ય વસ્તુ વધારે વિસ્તૃત છે. સૌરાષ્ટ્રમાં આવેલા ગઢડાના તેઓ નિવાસી હતા. જાતના તેઓ સુથાર હતા. તેઓ સંવત ૧૯૦૪માં ધોલેરામાં સમાધિસ્ત થયા હતા.