ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
મેર  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
पुं. ( પિંગળ ) એ નામનો એક માત્રામેળ છંદ.
पुं. એક જાતનું જીવડું.
पुं. કીર્તન, ભજન પ્રસંગે એક માણસને એક વાર અપાતા પૈસા.
पुं. ગળચવાની વચમાંનું જડતર.
पुं. ઝાડુ કાઢનાર માણસ.
पुं. તાંબા કે પિત્તળનું એક પ્રકારનું મોટું વાસણ; બખડિયું.
पुं. `મરી જા` એવો અર્થ બતાવનાર તિસ્સ્કારી શબ્દ; મર.
पुं. મલબાર તરફ થતું એક જાતનું. ઝાડ.
पुं. માળાનો શરૂઆતનો મોટો મણકો; માળાની ઉપરનો મણકો. આ મણકાથી બીજા મણકાની ગણતરી શરૂ થાય છે.
૧૦ [ સં. મેરુ ] पुं. મેરુ પર્વત.
૧૧ पुं. મેળ; મિલાપ; બનાવ.
૧૨ पुं. શિખર.
૧૩ पुं. સમાપ્તિ; છેડો; અંત.
૧૪ [ સં. મિહિર ] पुं. સૂર્ય .
૧૫ पुं. સૌથી મોટો ઉપરી પુરુષ; અગ્રગણ્ય નાયક; શિરોમણિ આગેવાન.
૧૬ पुं. હુક્કાના ઉપરની દાંડી; જેની ઉપર ચલમ બેસારાય છે તે હુક્કનો ડોયો; હુક્કાની ચલમ જે લાકડા ઉપર રહે છે તે.
૧૭ स्त्री. એ નામની સૌરાષ્ટ્રમાં વસતી એક જાતિ. ઉત્તર પર્શીંઅના પ્રદેશોમાંથી જ્યોજિઅ તથા મેડીઅની સરહદના મુલકમાંથી જનતાનો એક મોટો પ્રવાહ દક્ષિણ તથા પૂર્વ ભણી ચાલી નીકળ્યો. આ પ્રવાહમાં મુખ્યત્વે બે જાતિઓ હતી. ગુર્જિસ્તાનના ( જ્યોજિઅના ) ના ગુર્જરો તથા મિહિરસ્તાન ( મેડીઅ ) ના મિહિરો. બીજો પ્રવાહ સિંધ તથા પશ્ચિમ રજપૂતાનામાં ફેલાયો અને ઠેઠ કાઠિયાવાડ સુધી પહોંચ્યો. ગુર્જરો એથી યે આગળ ચાલીને ગુજરાતમાં વસ્યા. કાઠિયાવાડ તથા રજપૂતાનાની આધુનિક મેર જાતિ તે ઉપર જણાવેલી મૈત્રિક અથવા મિહિર જાતિમાંથી ઊતરી આવેલી છે. નાનાલાલ કવિએ મેર એ કદાચ મૌર્યનું અપભ્રંશ હોય એમ માનેલ છે. મેર લોકો પોતાની જાતને રજપૂત કહેવરાવે છે. મેરનો અર્થ કૃપા કે મહેરબાની થાય છે. પોરબંદરના રાજકર્તાઓને અસલના વખતમાં મેર લોકો કુટુંબ દીઠ એક માણસ લશ્કરમાં ભરતી આપતા. લડાયક જમાનામાં લશ્કર એ જ રાજાઓનું સાચું બળ ગણાતું. મેર કોમની આ મેહરબાનીથી પોરબંદરના તે વખતના જેઠવા રાજાઓમાં તેમનું મહત્ત્વ ઘણું હતું. રાજ્ય તરફથી તેમને દરમાયા અથવા જમીન મળતી. જ્મીનમાં પૂરતી ઊપજ ન થાય તો બાકીનો ઘટતો ખર્ચ રાજ્ય પૂરું પાડતું. તેમની વિશેષ વસતી પોરબંદર વિસ્તારમાં જ જોવામાં આવે છે મૂળ તેઓ સૂર્યપૂજક હતા. બરડામાં તેઓએ ઘણાં સૂર્યમંદિર સ્થાપેલ છે. કેશવાળા, રાજસુખા, ગોહિલા, ઓડેદ્રા અને મોણવાડિયા એવા તેમના પાંચ પ્રકાર છે. મેર લોકો શરીરે પડછંદ, મજબૂત બાંધાના અને ઘઉંવર્ણા હોય છે. ઘનુવિદ્યામાં તેઓ નિપુણ કહેવાય છે. તેઓ પરોણાગત સારી કરી જાણે છે. આ કોમ રંગીલી અને મરજીવી છે. મેરમાં લડાયક કોમનું ખમીર છે. વાઘેરોએ ઈ.સ. ૧૮૧૬માં અંગ્રેજો સામે બંડ ઉઠાવેલું ત્યારે ઘણા મેર લોકો વાઘેરોની મદદમાં સામેલ થયેલા. અંદર અંદર તકરાર પડતાં તેઓ કોમના આગેવના પાસે ફેંસલા માટે જાય છે. આગેવાનનો ચુકાદો મોટેભાગે માન્ય રાખવામાં આવે છે. તેમનામાં શાબ્દિક ઝઘડો હોતો નથી. પણ ઝઘડા થાય તો લાકડીએ જ આવી જાય છે. તેમનામાં પુનર્લગ્નનો ચાલ છે. તેમાં પડદાનો રિવાજ નથી. તેઓમાં વહુ દીકરી ઓળખવા માટે વહુ લાલ પહેરણું પહેરે છે અને દીકરી સફેદ પહેરણું પહેરે છે. સ્ત્રીઓ તેમના ધણી, સસરા, સાસુ સૌને એકવચનથી સંબોધે છે. તેમના રિવાજો રજપૂત જેવા છે. આ જાત ઈસવી સનની શરૂઆત જેટલી જૂની ગણાય છે. ઈસવી સનની શરૂઆતમાં તે સિંધુને કિનારે સ્થિત થયેલી લાગે છે. તેઓની મુખાકૃતિ, કદ, વર્ણ, ટેવો કાસ્પિયન સમુદ્રની આસપાસ મધ્ય એશિઅમાં તેઓ કોઈ કાળે પણ રહ્યા હોય એમ સૂચવે છે. ફારસી વિદ્વાનો તો આ મેર લોકો કૌરવો જેટલા એટલે ઈ.સ. પૂર્વે છઠ્ઠા સૈકાથી પણ પહેલાંના હોય એમ માને છે. તેઓ સિંધુ ઉપર રહેતા અને ઘેટાંના ટોળાં રાખતા. કર્નલ વોકરના મતે આ શબ્દ મહેર એટલે મહેરબાની ઉપરથી આવ્યો છે, પણ કેટલાક એમ માને છે કે, તે શબ્દ મિદ્ર એટલે સૂર્યમાંથી આવ્યો છે. આજે પણ તેમાંના ઘણાખરા સૂર્યપૂજકો છે અને તેઓ જે જગ્યાએથી અહીં આવ્યા છે ત્યાં પણ સૂર્યપૂજાનાં મથકો છે. સિંધમાં, સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગમાં અને તેના દક્ષિણ ભાગમાં પણ જ્યાં પછીથી કૃષ્ણપૂજન આવ્યું ત્યાં પહેલાં સૂર્યપૂજન પ્રચલિત હતું. આવું એક સ્થાન પ્રભાસ છે. તે સ્થળ મહાભારત જેટલું જૂનું છે. ત્યાં આજે પણ ભાંગેલતૂટેલ સૂર્યમંદિર મોજૂદ છે. ગુજરાતમાં મોઢેરામાં અને સૌરાષ્ટ્રના પોરબંદરમાં પણ સૂર્યમંદિર છે. મેર લોકોનો એક જથ્થો પૂર્વ તરફ જઈને આજે જે મારવાડ કહેવાય છે ત્યાં જઈ વસ્યો. આ મારવાડનું મૂળ મેરવાડ પણ હોય અથવા તો તેઓ મેવાડમાં વસ્યા હોય . આ કોમમાં લડાયક જુસ્સો અને ઘોડા ઉછેરવાનો શોખ હોય છે. તેઓ સ્નેહાળ, નિમકહલાલ, નિખાલસ અને સૂર્યપૂજક છે.
૧૮ स्त्री. કૃપા; દયા; મહેરબાની.
૧૯ स्त्री. બાજુ; તરફ; દિશા; કોર; પડખું.
૨૦ स्त्री. મુલ્લાં, સંધી, કોળીની એ નામની એક અટક.
૨૧ न. એ નામની અટકનું માણસ.
૨૨ वि. એ નામની અટકનું.
૨૩ अ. તરફ; ભણી; ગમ; બાજુએ.
૨૪ अ. ભલેને; સુખે; છોને.