ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
યયાતિ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
पुं. એ નામે એક તારામંડળ; રાશિચક્ર અથવા નક્ષત્ર ચક્રની ઉત્તરે ગોળાર્ધમાં આવેલ એક તારા સમુદાય. તેને અંગ્રેજીમાં પર્સેયુસ કહે છે. તેનો આકાર બળવાન રાજા જેવો છે. તેમાં અલગોલ નામે એક રૂપવિકારી તરો છે તે સાધારણ રીતે બીજા પ્રતિનો દેખાય છે. ૨ દિવસ ૨૦ કલાક અને ૪૯ મિનિટ જેટલા વખતમાં તેના રૂપમાં એક વાર ફરક પડે છે.
पुं. ( પુરાણ ) સોમવંશી આયુપુત્ર નહુષ રાજાના છ માંહેનો બીજો પુત્ર. તેનો મોટો ભાઈ યતિ વિરક્ત થવાથી પરમહંસ થઈ અરણ્યમાં ગયો તેથી યયાતિ પિતાની પછી રાજ્યનો અધિકારી થયો. એક કાળે મૃગયા નિમિત્તે તે અરણ્યમાં ગયો હતો. ત્યાં તેણે એક કૂવામાં શુક્રકન્યા દેવયાનીની પડેલી જોઈ અને તેને બહાર કાઢી. યયાતિ રાજા પોતાને નગર પાછો ગયો. પછી દેવયાનીની ઇચ્છાથી તેના પિતાએ તેને યયાતિ સાથે પરણાવી ત્યારે વૃષપર્વાની કન્યા શર્મિષ્ઠા પણ તેની દાસી તરીકે તેની સાથે ગઈ. દેવયાનીને યદુ અને તુર્વસુ એમ પુત્રો થયા અને તેની જાણ બહાર શર્મિષ્ઠાને પણ યયાતિથી અનુ, દ્રુહ્યુ અને પુરુ એવા ત્રણ પુત્ર થયા. જ્યારે દેવયાનીને ખબર પડી કે શર્મિષ્ઠાને યયાતિથી પુત્રો થયા છે ત્યારે તે ગુસ્સે થઇને પિતાને ઘેર ચાલી ગઈ અને શુક્રાચાર્યને બધી હકીકતનું નિવેદન કર્યું. તેથી શુક્રાચાર્યે તેને શાપ આપ્યો કે તું જરાગ્રસ્ત થા. શુક્રાચાર્યની બહુ પ્રાર્થના કરતાં તેણે ઉશાપ આપ્યો કે તારા પુત્રને તારી વૃદ્ધાવસ્થા આપી તું તરુણ થઈ શકીશ. પરંતુ તેના સૌથી નાના પુત્ર પુરુ સિવાય કોઈએ વૃદ્ધાવસ્થા લેવાની ના પાડી. પુરુના તારુણ્ય વડે યયાતિએ દેવયાની સાથે યથેચ્છ વિષયસુખ ભોગવ્યું ને પછી વૈરાગ્ય થતાં પુત્રનું તારુણ્ય પાછું આપ્યું અને તેને સાર્વભૌમ પદ આપી અને ઇતર પુત્રોને સામાન્ય રાજ્ય આપી, પોતાની વૃદ્ધાવસ્થા પાછી લઈ દેવયાની સાથે તપને માટે અરણ્યમાં ગયો. ત્યાં તપ કરી સ્વર્ગમાં ગયો.