ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
રાંદલ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
स्त्री. ગૌરી; પાર્વતી.
स्त्री. જવારા વાવી દેવીની પૂજાનું સ્થાપન કરવું તે; એક પ્રકારનું દેવી પૂજન.
[ સં. રાજ્ઞીદેવી ] स्त्री. રન્નાદેવી; રન્નાદે; રાંદેલ; સૂર્યની પત્ની. સૂર્યની પૂજા આખા ભારતવર્ષમાં વ્યાપ્ત થઈ છે. સૂર્યની પૂજા માટે સાક્ષાત સૂર્યનાં દર્શન કરવાને બદલે તેનાં મૂર્ત સ્વરૂપનાં દર્શન કરવાની વૃત્તિ બંધાઈ અને તેનાં ધીરેધીરે મંદિરો બંધાયાં. તેમાં સાકાર દેવ તરીકે સૂર્યની પૂજા થવા માંડી. પછી કાલાંતરે સૂર્યને પૂજે અને તેની સ્ત્રીને ન પૂજે, એ અયોગ્ય લાગવાથી સૂર્યની સ્ત્રીની પૂજા સ્ત્રીઓએ કરવા માંડી. એ સૂર્યની સ્ત્રી તે રન્નાદે કે રાંદલ. રન્નાદે એટલે માતા. ગુજરાતમાં સીમંત પ્રસંગે માતાની સ્થાપના થાય છે, એટલે કે સાત જાતનાં ધાન્ય વાવી જવારા ઉગાડવામાં આવે છે. બાજોઠ ઉપર તેમની સ્થાપના કરી કેળના સ્તંભની માંડવી બનાવી તેને વસ્ત્રોથી આચ્છાદિત કરવામાં આવે છે. ગુજરાતમાં કોઈપણ શુભ પ્રસંગે રાંદલ તેડવામાં આવે છે. આઠ દિવસ સુધી આનંદમંગળ વર્તે છે. રાંદલને રાજી કરવા અને તેના પૂર્વ પ્રસંગની યાદ આપી, તેની સરસાઈ બતાવવા, રાંદલનો ઘોડો ખૂંદવા માટે રાંદલની ભૂઇને બોલાવાય છે. એ ભૂઈ સાધારણ રીતે સુતાર, કુંભાર કે એવાં વસવાયા જાતની હોય છે. ઘણીવાર તો તે વાળંદ પણ હોય છે. ઘણીવાર રાંદલ સાથે જાગ તેડે છે. જાગ તેડવાનો ભપકો જુદા છે. તેમાં સૂર્યદેવની પૂજા વધારે શાસ્ત્રીય રીતે કરવામાં આવે છે. રાંદલ તેડવાનું એક મોટું કારણ રાંદલને ખુશ કરવાં એ છે, પણ તેથી વધુ સૂર્યદેવને ખુશ કરવા એ છે.