ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
રામકલી  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
स्त्री. ( સંગીત ) હનુમંત વખત પ્રમાણે હિંડોલ રાગની પાંચ માંહેની એક રાગણી. તે ગાવાનો વખત સવારનો છે. તેની જાતિ સંપૂર્ણ એટલે તેમાં ખરજ શુદ્ધ, રિખવ કોમળ, ગાંધાર તીવ્ર, મધ્યમ તીવ્ર કોમળ બંને, પંચમ શુદ્ધ, ધૈવત કોમળ, નિષાદ તીવ્ર એમ સાતે સ્વર આવે છે. તેનો ગ્રહ સ્વર મધ્યમ અને ન્યાસ સ્વર ધૈવત છે. વાદી સ્વર પણ ધૈવત છે. આરોહમાં ગંધાર, નિખાદ બાદ છે. અવરોહમાં અંશમાત્ર છે. કોઈ તેની ઓડવ જાતિ પણ કહે છે. આ રાગિણી રામગ્રી પણ કહેવાય છે. તેને કોઇ શુદ્ધ તથા કોઇ સાલંગ પણ કહે છે. આ રાગ ગાવાથી કફ વગેરે શરીરની બદબોઈ ટળે એમ મનાય છે. આ રાગિણીના શરીરનો રંગ સોના સરખો પીળો છે અને તેણે લીલા રંગનાં વસ્ત્ર પહેર્યાં છે. કોઇ ઠેકાણે આસમાની રંગનો પણ ઉલ્લેખ છે. તેણે અંગે હીરા માણિક્યના જડાવ અલંકાર પહેર્યો છે. કપાળમાં કસ્તૂરીની રેખા ખેંચી છે. હાવભાવ સહિત મધુર ગાયન કરી પોતાના સ્વામીનું મન તે હરી લે છે. વળી ક્વચિત્ એમ પણ છે કે, ઉપર લખ્યા પ્રમાણે વસ્ત્રાલંકાર ધારણ કરી તે ક્રોધયુક્ત પોતાના પતિની રાહ જુએ છે અને તેનો પતિ હિંડોલ પોતાના વાયદા પ્રમાણે ન આવવાનો ગુનો બનવાથી, આવતાં જ તેના એટલે રામકલીના પગે ચડે છે અને ઘણી નમ્રતાથી મનાવે છે પણ તે મનાતી નથી.