ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
રાવણહથ્થો  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
पुं. એ નામનું ભરથરીનું એક તંતુવાદ્ય; આનંદલહરી; જોગી લોકોની નાની સારંગી. નાળિયેરની કાચલી ઉપર ચામડું મઢી તેમાં વાંસની એક હાથ લાંબી પાતળી ડાંડી મજબૂત બેસાડી, ઉપર બે તાર નાખી ફિડલ પ્રમાણે ગજની મદદથી તે વગાડાય છે. રાવણે શંકરને પ્રસન્ન કરવા માટે હાથીની નસો કાઢીને તેના તાર બનાવી તેનું તંતુવાદ્ય કરી વગાડ્યાંનું કહેવાય છે. તેથી રાવણહથ્થો નામ અપાયું જણાય છે. વાદી વગેરે લોકો આ વાદિત્ર બહુ અસરકારક રીતે વગાડે છે.