ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
રુદ્રાક્ષ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
न. માળા. રુદ્રાક્ષની માળા કરી ગળામાં પહેરાય છે. કોઇ કોઇ તે માળા રૂપા કે સોનાના તારમાં ગંઠાવે છે. આ માળા પહેરવાનું તથા તેનાથી જપ કવાનું બહુ જ માહાત્મ્ય છે.
न. વીરશૈવ ધર્મમાં જણાવેલ આઠ માંહેનું એક આવરણ.
न. સામવેદનું એ નામનું એક ઉપનિષદ.
[ સં. રુદ્ર + અક્ષિન્ ( આંખ ) ] न. હિમાલયની તળેટીમાં થતું એક જાતનું ઝાડ અને તેનાં બિયાં. સાપની કરોડના મણકા જેવું આ બી હોય છે અને તેને વીંધીને માળા તથા બેરખા કરવામાં આવે છે. શિવભક્તો રુદ્રાક્ષ ધારણ કરે છે. આ બી ઔષધ તરીકે પણ વપરાય છે. રુદ્રાક્ષમાં ઝાડ મોટાં થાય છે. તેનાં પાંદડાં ગંગેરી નાગવેલનાં પાન જેવાં હોય છે. તેનાં ફળમાંનાં બીજને રુદ્રાક્ષ કહે છે. આ બીજ વાયુ, કફ, માથાની પીડા, ભૂતબાધા અને ગૃહબાધાનો નાશ કરે છે એમ મનાય છે. રુદ્રાક્ષનો પારો જેમ ઝીણો વધારે તેમ તે વધારે કીમતી ગણાય છે. રુદ્રાક્ષના બીજની વિશિષ્ટતા એ છે કે સો વર્ષ થાય તો પણ તે સડતું નથી. રુદ્રાક્ષનું એક આંખવાળું બીજ શ્રેષ્ઠ ગણાય છે. નેપાળ, બંગાળ, આસામ અને કોંકણમાં તેનું ઝાડ થાય છે. તેનાં પાન સાત આઠ આંગળ લાંબાં અને કિનારી ઉપર જાડાં હોય છે. નવાં પાંડદાં ઉપર એક જાતની રૂંવાટી હોય છે, જે પાછળથી ખરી જાય છે. તેના ફળમાં પાંચ ખાનાં હોય છે. દરેક ખાનામાં એકેક નાનું બીજ હોય છે. રુદ્રાક્ષ ખાટું, ઊષ્ણ તથા રુચિકર છે. રુદ્રાક્ષ આમળા જેવડું ગોળ થાય છે. સામાન્ય રીતે આ બીજ, ઉપર નાના નાના દાણા જેવું ઉપસેલું હોય છે. કહેવામાં આવે છે કે તીખાંની સાથે આ બીજને ઘસીને પીએ તો તેને શીતળા નીકળવાનો ભય રહેતો નથી.