ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
હિંદુ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ ફા. ] पुं. ગુલામ.
पुं. લૂટારુ; ચોર.
वि. હિંદુધર્મનો અનુયાયી.
वि. કાળું.
वि. હિંદુ ધર્મ એટલે વેદ, સ્મૃતિ, પુરાણ અને બીજાં શાસ્ત્ર ઉપર રચાયેલા ધર્મમાં માનનારું; હિંદના આદર્શત્વની ભાવનાવાળું સામાન્ય માન્યતા એવી છે કે હિંદુ મૂળ ફારસી શબ્દ છે અને તેનો અર્થ કાળું થાય છે; પરંતુ વિખ્યાત મુસાફર હ્યુએનસાંગે પોતાના હિંદના પ્રવાસની નોંધમાં હિંદુ શબ્દની વ્યુત્પત્તિ આપેલી છે તે જુદી જ છે. માનવોનું જીવન કાળી ઘોર રાત્રિ સમાન છે. જે પ્રભાતનો રખેવાળ સૂર્ય ન હોત તો માનવજીવન સૂર્ય આથમ્યા પછીની તારાભરી રાત્રિ જેવું બની જાત. રાત્રિને તારાનો પ્રકાશ મળે છે ખરો, પણ તે કોઇ નિર્મળ ચંદ્રની તોલે ન આવે. બુદ્ધિ રૂપી દિવાકર આથમી ગયા પછી ચંદ્રની પેઠે પ્રકાશ રેલાવવા, હિંદમાં લોકોને બોધ દેવા, નિયમ વર્તાવવા માટે સંતોની હારમાળા ચાલુ રહ્યા કરે છે. આ જ કારણે એ દેશને યીન્-તું ( ઇન્દુ ) કહેવામાં આવે છે. હ્યુએનસાંગ પછીનો એક બીજો લેખક આ નામની સમજૂતી આપતાં લખે છે કે, રાત્રિના સમયે પ્રકાશના બીજા તારાઓમાં ચંદ્ર જેવો શ્રેષ્ઠ અને મહાન છે તેવો જ આ દેશ દુનિયાના બીજા દેશોમાં શ્રેષ્ઠ અને મહાન છે. એટલે જ તેને હિંદુ ( ઇન્દુ ) કહેવામાં આવે છે. હિંદુ શબ્દ સિંધુ શબ્દથી ઉત્પન્ન થયો છે. પારસી લોકોએ સનો હ ઉચ્ચાર કરી હિંદુ એવું નામ આપ્યું હોય એ વાત પણ સંભવતિ છે. આ શબ્દની વ્યાખ્યા આપતાં હિંદુ સંગઠનમાં લખ્યું છે કે, જે મનુષ્ય સિંધુ નદીથી માંડીને સમુદ્ર પર્યંતની આ ભરભૂમિને પોતાની પિતૃભૂમિ તેમ જ પુણ્યભૂમિ માને છે તે હિંદુ ઉપર બતાવેલી ભૌગોલિક મર્યાદાથી આર્ય શબ્દની સાથે જે માધુર્ય રહેલું છે તે કેટલુંક ઓછું થઈ જાય છે. આ હિંદુઓ મહાન અધ્યાપકો હતા. તેઓ વિદેશ ગયા, પૃથ્વીના વિવિધ પ્રદેશોમાં જઈ તેઓએ સંસ્થાનો સ્થાપ્યાં અને પોતાની સંસ્કૃતિનો પાયો નાખ્યો છે. જાવા-યવદ્વીપ અને બાલીદ્વીપની પડોશના દ્વીપોમાં જ ફક્ત નહિ પરંતુ મેક્સિકો અને ઉત્તર તેમ જ દક્ષિણ અમેરિકના દૂર દૂરના ભાગોમાં પણ તેઓની સંસ્કૃતિનાં ચિહ્નો માલૂમ પડે છે. ગાંધીજી હિંદુ શબ્દનું લક્ષણ આપતાં સ્પષ્ટ કહે છે કે: મારી માન્યતા છે કે જે માણસ હિંદુસ્તાનમાં હિંદુકુળમાં જન્મીને, વેદ, ઉપનિષદ, પુરાણાદિ ગ્રંથોને ધર્મગ્રંથરૂપે માને; જે માણસ સત્ય, અહિંસાદિ પાંચ યમોને વિષે શ્રદ્ધા રાખે અને તે યથાશક્તિ પાળે; જે માણસ આત્મા છે, પરમાત્મા છે, આત્મા અજ અને અમર છે તેમ છતાં દેહાધ્યાસથી સંસારમાં અને યોનિમાં આવજા કર્યા કરે છે, તેને મોક્ષ છે અને મોક્ષ એ પરમ પુરુષાર્થ છે એમ માને; જે વર્ણાશ્રમ ને ગૌરક્ષાધર્મને માને તે હિંદુ છે.
वि. હિંદુસ્તાનનું; ભરતખંડનું.