ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
હિંદુધર્મગ્રંથો  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
पुं. હિંદુ લોકોનો ધર્મ. આ સંબંધે મહાત્મા ગાંધીજી કહે છે કે, બધા ધર્મોમાં હિંદુધર્મ સૌથી વધુ સહિષ્ણુ છે. હિંદુધર્મ એના અનુયાયીઓએ માનવા જ જોઈએ એવા સિદ્ધાંતોની જાળથી મુક્ત છે. આ મને બહુ જ ગમે છે, કારણ તેથી હિંદુધર્મોને આત્મોન્નતિનો વિશાળ.માં વિશાળ આવકાશ રહે છે. હિંદુ ધર્મ સાંકડો નથી. તેને લીધે હિંદુઓ બીજા ધર્મોને માન આપી શકે છે, એટલું ન નહિ પણ બીજા ધર્મોમાં સાર હોય તે ગ્રહણ પણ કરી શકે છે. મહિમા ધર્મ માત્રને સામાન્ય છે પણ હિંદુધર્મમાં એ સિધ્ધાંતની ખિલવણી તથા પ્રયોગ બધાથી વિશેષ છે. જૈન ધર્મ તથા બૌધ્ધ ધર્મને હું હિંદુધર્મથી નોખા નથી ગણાતો. કેવળ મનુષ્ય માત્ર જ નહિ પણ જીવમાત્ર એક છે એમ હિંદુધર્મ માને છે. મારા મત પ્રમાણે હિંદુધર્મમાં ગોરક્ષાના સિદ્ધાંતે દયાધર્મના વિકાસમાં અપૂર્વ ફાળો આપ્યો છે. ગોરક્ષા એટલે જીવમાત્રની એકતા અને પવિત્રતાના સિદ્ધાંતનો વ્યાવહારિક પ્રયોગ. એકવાર એક મોટાં વકીલ સજ્જને મને પૂછયું હતું કે, હિંદુધર્મની વ્યાખ્યા શી ? મેં તેમને જવાબમાં કહેલું કે, હિંદુધર્મની વ્યાખ્યા હું નથી જાણતો. હું ક્યાં તમારા જેવો વકીલ છું ? મારા પોતાના હિંદુધર્મની વ્યાખ્યા જો કે કરી શકું. એ વ્યાખ્યા એવી છે કે, સર્વ ધર્મીને સરખા ગણો તે ધર્મ હિંદુ. મારા બચપણથી હું હિંદુધર્મ વિષે વાંચતો આવ્યો છું ને શીખતો આવ્યો છું. હું બહુ નાનો હતો તે અંધારામાં જતાં બીતો ત્યારે મારી દાઈ મને કહેતી તે ડરે છે શા સારુ ? રામનું નામ લે. ત્યારબાદ ખ્રિસ્તી, મુસલમાન, પારસી વગેરે બધા ધર્મના લોકોના સંસર્ગમાં હું આવ્યો. પરંતુ બચપણમાં જેવો હતો તેવો જ આજે પણ હું રહ્યો છું. મારે હાથે હિંદુધર્મનું રક્ષણ થવાનું હશે તો ઈશ્વર તેનું નિમિત્ત મને બનાવશે. હિંદુધર્મ વિષેના એકાદ પ્રમાણભૂત ગ્રંથમાં મેં વાંચ્યું છે કે, હિંદુ શબ્દ વેદમાં મળતો નથી. પણ મહાન સિકંદરે હિંદ પર ચડાઈ કરી ત્યારે સિંધુ નદીની પૂર્વમાં આવેલા દેશમાં વસતા લોકોને હિંદુ કહીને ઓળખાવામાં આવ્યા હતા. અંગ્રેજી બોલનારા હિંદીઓ આજે પણ સિંધુને ઈન્ડસ નામથી ઓળખે છે. ગ્રીક બોલીમાં સિંધુના સનો એચ, એટલે હ થઈ ગયો તેથી એ મુલકના વતનીઓનો ધર્મહિંદુ નામથી ઓળખાયો. જુલમથી ત્રાસીને ભાગી છૂટેલા પ્રાચીન ખ્રિસ્તીઓને તેણે આશ્રય આપ્યો હતો. ઈઝરાઈલના અનુયાયી યહૂદીઓને પણ તેણે આશરો દીધો હતો અને ઈરાનથી એવા જ જુલમથી ત્રાસીને ભાગી નીકળેલા પારસીઓને પણ તેણ જ સંઘર્યા હતાં. આવો જે ધર્મ સહિષ્ણુતાની હમેશ હિમાયત કરતો આવ્યો છે તે હિંદુધર્મનો અનુયાયી હોવામાં મને ગૌરવનો અનુભવ થાય છે. આર્ય વિદ્વાનો પોતે જેને વૈદિક ધર્મ કહીને ઓળખે છે, તેને વરેલા છે અને હિંદુસ્તાનનું નામ આર્યવર્ત છે એમ આગ્રહપૂર્વક જણાવે છે એવી વિદ્વત્તાની અથવા એવો આગ્રહ રાખવાની મને જરા યે આકાંક્ષા નથી. મારી કલ્પનાનું હિંદુસ્તાન મારે માટે પૂરતું છે અને તે નામથી મને પૂરતું સમાધાન છે. એ હિંદુસ્તાનમાં અને એ હિંદુધર્મોમાં વેદોનો બેશક સમાવેશ થઈ જાય છે; પરંતુ મારી મતિ પ્રમાણે તેમાં એથી એ ઘણું વધારે સમાયેલું છે. હિંદુધર્મના મોભા અથવા દરજ્જાને જરા સરખો ઉતારી પાડયા વિના હું ઇસ્લામના મજહબમાં, પારસી ધર્મમાં, ખ્રિસ્તી સંપ્રદાયમાં, જૈન ધર્મમાં અને યહૂદી પથમાં જે કંઈ ઉત્તમ છે તેનો સમભાવે આદર રાખું છું. એમ જાહેર કરું છું ત્યારે કશી વિસંગ વાતો કરતો નથી. સૂર્ય તપે છે ત્યં સુધી આવો હિંદુધર્મ જીવતો રહેશે. એક જ દુહામાં તુલસીદાસે એ ધર્મનો નિચોડ આપી દીધો છે: " દયા ધર્મકા મૂલ હે, પાપ મૂલ અભિમાન; તુલસી દયા ન છોડીએ જબલગ ઘટમેં પ્રાણ. " મારા હિંદુધર્મમાં સર્વધર્મી સમાઈ જાય છે. સર્વ ધર્મનો નિચોડ અથવા સાર હિંદુધર્મમાં મળે છે અને હિંદુધર્મમાં બીજાં સર્વ ધર્મ તત્ત્વો પચાવી લેવાની શક્તિ ન હોય અને તે કામ તેણે ન કર્યું હોય તો તે આટલો ઊંચો યે ન ચડત. ધર્મ માત્રને ચડતી પડતીના વારાફેરા જોવા પડે છે. હિંદુધર્મના વેદના પેટમાં સર્વ ધર્મોનો સાર ભરેલો છે. છતાં એટલું કબૂલ કરવું જોઈએ કે, હિંદુ, શીખ, જૈન અને બૌદ્ધ એ માટે ધર્મી અલબત્ત હિંદુધર્મના પ્રમાણભૂત ગ્રંથો. લોકમાન્ય ટિળક લખે છે કે: હિંદુધર્મના મૂળભૂત ગ્રંથોમાં કાળાનુક્રમ તથા મહત્ત્વની દ્રષ્ટિએ વેદો આદ્ય અને શ્રેષ્ઠ ગ્રંથો છે. તેમાં સંહિતા, બ્રાહ્મણો તથા ઉપનિષદોનો પણ સમાવેશ થાય છે. યજ્ઞયાગાદિનાં કર્મકાંડ તથા પરમાર્થ વિચારોના જ્ઞાનકાંડનું મૂળ પણ એ ત્રણમાં જ છે. જો કે જ્ઞાનકાંડમાં મૂળભૂત આધાર ગ્રંથો ઉપનિષદો છે. હિંદુધર્મના સામાજિક વ્યવહારનું નિયમન સ્મૃતિ ગ્રંથો દ્વારા થાય છે, પણ તેનો મૂળ આધાર ગૃહ્યસૂત્રો છે. ગૃહ્યસૂત્રો સિવાય બીજા અનેક સૂત્રગ્રંથો છે; પરંતુ આ ગ્રંથોમાં સામાજિક વ્યવહાર કરતાં વિશ્વનો ` કોયડો ` ખોલવાની વગેરે વિવિધ વિચાર પરંપરા જોવામાં આવે છે. આ વિવિધ વિચાર પરંપરાને ષડ્દર્શન પણ કહેવામાં આવે છે ષડ્દર્શનમાં ગૌતમનાં ન્યાયસૂત્રો, વૈશેષિકસૂત્રો, જૈમિનીના પૂર્વમીમાંસાસૂત્રો, બાદરાયણનું વેદાંત અથવા બ્રહ્મસૂત્રો તથા નારદસૂત્રો વગેરેનો સમાસ થાય છે. શૂન્ય, નિર્ગુણ તથા નિર્મળ પારમાર્થિક સ્વરૂપવાળા વૈદિક ધર્મના પ્રાચીન મૂર્તિપૂજાનું પરિવર્તન થયું, તથા દેવતાઓને માનવાની પ્રવૃત્તિ શરૂ થઈ ત્યારથી પુરાણોની શરૂઆત થઈ. મહાભારત તથા રામાયણ પુરાણો નથી પણ ઇતિહાસ છે. પુરાણોમાં ગીતાનો સમાવેશ થાય છે. ઉપરોક્ત ગ્રંથોની યાદી નીચે પ્રાણે છે:- વેદ: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. સંહિતાઃ તૈતિરીય, મનુ, વાજસનેયી, સૂત. બ્રાહ્મણોઃ આર્ષેય, ઐતરિય. કૌષિક, તૈત્તિરીય, કૌષિતકી, શતપથ, ઉપનિષદો: અશ્રુબિંદુ, ઈશ, ઐતરિ, ઐતરેય, કઠ, કેન, કૈવલ્ય, કૌષીતકી, ગર્ભ, ગોપાલતાપિની, છાંદોગ્ય, છુટિકા, જાબાલસંન્યાસ, તૈત્તિરીય, ધ્યાનબિંદુ, નારાયણીય, નૃસિંહોત્તરતાપનીય, પ્રશ્ન, બૃહદારણ્યક, મહાનારાયણ, માંડૂક્ય, મૈત્રી, યોગતત્ત્વ, રામપૂર્વ, વજૂસૂચી, શ્વેતાશ્વર, સર્વ. સ્મૃતિ : મનુ, યાજ્ઞવલ્ક્ય, હારીત. સૂત્રો : આપસ્તંબ, આમિતાયુષત્ત, આશ્વલાયન, મૃહ્યશેષ, ગૌતમન્યાય, તૈત્તિરીય, નારદ, નારદપાંચરાત્ર, પાણિનિ, પાતંજલયોગ, બૌધાયન ધર્મ, બૌધાયન ગૃહ્ય, બ્રહ્મ ( વેદાંત, શારીરિક ), મીમાંસા, વેદાંત ( બ્રહ્મ શારીરિક ), શાંડિલ્ય. કારિકા: સાંખ્યકારિકા, વ્યાકરણ: પાણિની. ઇતિહાસ; રામાયણ, મહાભારત (હરિવંશ ). પુરાણો: અગ્નિ, કર્મ, ગણેશ, ગરુડ, ગૌડીય, પદમોત્તર, દેવી ભાગવત, નારદ, નૃસિંહ, પદ્મ, બ્રહ્માંડ, ભાગવત, મત્સ્ય, માર્કંડેય, લિંગ, વરાહ, વિષ્ણુ, સ્કંદ, હરિવંશ. ગીતાઓ : અવધૂત, અષ્ટાવક્ર, ઈશ્વર, ઉત્તર, કપિલ, ગણેશ, દૈવી, પારાશર, પાંડવ, પિંગળ, બ્રહ્મ, બૌધ્ય, ભિક્ષુ, પંકિ, યમ, રામ, વિચિલ્યુ, વ્યાસ, વૃત્ર, શિવ, શપાંક, સૂત, સૂર્ય, હરિ, હંસ, હારીત. પાલીગ્રંથો : અભિતાયુસત્તસૂત્ર, ઉદાન, ચૂલ્લવગ્ગ, તારાનાથ, તૈનિજ્જસુત્ત, થેરગાથા, દશરથજાતક, દીપવંસ, ધમ્મપદ, બ્રહ્મજાલસૂત્ર, બ્રાહ્મણધર્મિકા, મહાપરિ નિબ્બાણુત્ત, મહાવંશ, મહાવગ્ગ, મિંલિંદપ્રશ્ન, વથ્થુગાથા, સદ્ધર્મ પુંચરીક, સુત્તનિપાત્ત, સેલસુત્ત, સબાસવસુત્ત, સૌદરાનંદ. નામથી બધા ધર્મો એકબીજાથી જુદા છે, પણ બીજી રીતે જુઓ તો બધાનું બીજ એક જ છે. હિંદુધર્મ તો એક મહાસાગર છે. જેમ સાગરમાં બધી નદીઓ ભળી જાય છે તેવી જ રીતે સર્વ ધર્મોનો હિંદુધર્મમાં સમાવેશ થઈ જાય છે. દેવદાસીઓ અને મુરલીઓની પ્રથા હિંદુધર્મનું એક અંગ છે. એ વિચારે હું તો શરમથી મરી જ રહું અને છતાં દેવધર્મને નામે આ ઉઘાડો વ્યભિચાર હિંદુસ્તાનનાં ઘણાભાગોમાં હિંદુઓમાં પ્રવર્તે છે. વળી કાળીને બકરાંનો ભોગ આપવો એ વસ્તુને પણ હું નર્યો અધર્મ માનું છું અને એ હિંદુધર્મનું અંગ છે એવું માનતો નથી. હિંદુધર્મ એ તો અનેક યુગનો વિકાસ છે. હિંદુધર્મ એ નામ પણ હિંદુસ્તાનના લોકોમાં ધર્મને સારુ પરદેશીઓએ શોધી કાઢેલો શબ્દ છે. એક કાર્ય અહીં ધર્મને નામે પશુઓનું બલિદાન અપાતું પણ એ વસ્તુ ધર્મ ન હોય ત્યાં હિંદુધર્મ તો ક્યાંથી હોય જ ?