ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
હિંદુસ્તાની  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
स्त्री. અરબી ફારસીની વિશેષ છાયાવાળી એ નામની એક ભાષા. ગાંધીજી કહે છે કે: આજની હિંદુસ્તાનીનાં બે સ્વરૂપો છે: હિંદી અને ઉર્દૂ. હિંદી નાગરી લિપિમાં લખાય છે અને ઉર્દૂ ઉર્દૂ લિપિમાં. એકનું સિંચન સંસ્કૃતથી થાય છે અને બીજીનું અરબી ફારસીથી; એટલે આજે તો બંને રહેવાની. બંને મળીને જ હિંદુસ્તાની બનશે. પછી તેનું સ્વરૂપ કેવું થશે તે આપણે જાણતા નથી અને કોઈ કહી પણ ન શકે. એ જાણવાની જરૂર પણ નથી. હિંદુસ્તાનીના વિકાસથી પ્રાંતીય ભાષાઓ આગળ વધશે જ, કારણ કે હિંદુસ્તાની મુઠ્ઠીભર રાજકર્તાઓની નહિ, પણ લોકોની ભાષા છે. આ રાષ્ટ્રભાષાના પ્રચાર માટે હું દક્ષિણમાં ગયો હતો. ત્યાં રાષ્ટ્રભાષાનું નામ આજ સુધી હિંદી જ હતું. હવે હિંદુસ્તાની નામ થયું છે. થોડાક મહિનામાં ઘણાં છોકરાછોકરીઓ બંને લિપિ શીખી ગયા છે. તેમને મેં પ્રમાણપત્રો પણ આપ્યાં. ત્યાં પણ મુશ્કેલી બે લિપિની નહિ, અંગ્રેજીની છે. એમાં રાજકર્તાઓનો દોષ પણ નથી, આપણે જ અંગ્રેજીનો મોહ છોડતા નથી.
न. ઉત્તરહિંદનું રહેવાસી માણસ.
वि. હિંદુસ્તાન સંબંધી.
वि. હિંદુસ્તાનનું; ભરતખંડનું.