ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
અંકગણિત  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. અંક ( સંખ્યા ) + ગણ્ ( ગણવું ) ] न. આંકડા વડે ગણતરી કરવાનું શાસ્ત્ર. આ વિદ્યા હિંદમાં ઘણા જૂના વખતથી જાણીતી છે. હિંદમાંથી અરબસ્તાનમાં અને ત્યાંથી યુરોપમાં તે ફેલાણી. ભારતમાં દશ ગુણકની પદ્ધતિથી ગણિતવિદ્યા બહુ ખેડાણી છે. બીજગણિત બ્રાહ્મણોએ શોધી તેમાં શ્રેષ્ઠતા મેળવી હતી. આર્યભટ્ટે તથા બ્રહ્મગુપ્તે તેમાં સારૂં અજવાળું પાડી આ વિદ્યાનો ઉપયોગ વધાર્યો હતો. જ્યોતિષ તથા ભૂમિતિની સાબિતીમાં અક્ષરગણિતનો ઉપયોગ કરી હિંદી ગણિતને દુનિયામાં શ્રેષ્ઠતા અપાવી હતી. ગણિતશાસ્ત્રમાં આર્યોએ ઘણી ઉપયોગી શોધો કરી છે. ૧ થી ૧૦ સુધીના આંકડા અને દશાંશપદ્ધતિ શોધી આપવાને માટે જગત આર્યોનું જ ઋણી છે. શૂન્યની કીમત કાઢવાની રીત પણ તેઓએ જ શોધી કાઢી હતી. તેઓ આજથી હજારો વર્ષ અગાઉ જાણતા હતા કે એકને શૂન્યથી ગુણતાં જે શૂન્ય આવે તે અને એક કરોડને શૂન્યથી ગુણતાં જે શૂન્ય આવે તેની કીમતમાં ફેર છે. અર્વાચીન સમયમાં અંકગણિતનું રૂપ અને ભાવ એ બંને વાસ્તવિક રીતે ગ્રીક નહિ પણ હિંદુ શિષ્ટતાની પ્રસાદી છે.
न. ગણિતનું પુસ્તક.