ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ઋક્ષરાજા  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
पुं. ( પુરાણ ) બ્રહ્મદેવના આનંદાશ્રુમાંથી ઉત્પન્ન થયેલ એક વાનર. તે ફળ, ફૂલ, મૂળ વગેરે લાવી બ્રહ્મદેવની સેવા કરતો હતો. એક વખત મેરુ પર્વત ઉપર ફળફૂલ લેવા જતાં ત્યાંના એક સરોવરમાં પોતાનું મોં જોઈને બીજો વાનર હશે એમ ધારી તેમાં પડ્યો અને બહાર નીકળતાં સુંદર સ્ત્રી થઈ ગયો. તેવામાં ઇંદ્ર અને સૂર્ય ત્યાંથી નીકળતાં તેમના જોવામાં તે સ્ત્રી આવી. એને જોઈ એ બંનેનો કામસંકલ્પ એ સ્ત્રીના વાળ ઉપર અને એની ગ્રીવા એટલે ડોક ઉપર પડ્યો. એમ થતાં તરત વાલી અને સુગ્રીવ એવા બે વાનર ઉત્પન્ન થયા. તેઓને એ બેઉએ માલા વગેરે આપી ત્યાંથી ગમન કર્યું. સ્ત્રી થયેલ ઋક્ષરાજાએ એ બે બાળ સાથે રાત તો ત્યાં જ કાઢી. બીજે દિવસે સવાર થતાં પોતે પાછો પુરુષ થઈ જતાં એ પુત્રોને લઈ તે બ્રહ્મદેવ પાસે ગયો ને બધી વાત કહી. બ્રહ્મદેવે એક દૂત મોકલી ભૂલોકમાં આવેલ કિષ્કિંધા નગરીમાં તેનો રાજ્યાભિષેક કરાવ્યો. તેણે પોતાના દીકરા વાલીને યુવરાજ ઠરાવ્યો ને સૂષેણ નામના વાનરની દીકરી તારા સાથે તેનું લગ્ન કર્યું. વખત જતાં ઋક્ષરાજા મરણ પામ્યો ને વાલીને રાજ્ય મળ્યું. એણે સુગ્રીવને યુવરાજ નીમ્યો.