ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ચઉરાસી લાખ યોનિ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
स्त्री. ચોરાશીનો ફેરો. વીંછી છાણમાં ઊપજે માટે જેમ છાણ એ વીંછીની યોનિ કહેવાય તેમ જીવને ઉત્પન્ન થવાને યોગ્ય એવી યોનિઓ જૈનશાસ્ત્રમાં ચોરાશી લાખ આ પ્રમાણે ગણાવી છે: ૭ લાખ પૃથ્વીકાય, ૭ લાખ જળકાય, ૭ લાખ અગ્નિકાય, ૭ લાખ વાયુકાય, ૧૦ લાખ વનસ્પતિકાય, ૧૪ લાખ સાધારણ કંદ વગેરે વનસ્પતિકાય, ૨ લાખ બે ઇંદ્રિયવાળા જીવો, ૨ લાખ ત્રણ ઇંદ્રિયવાળા જીવો, ૨ લાખ ચાર ઇંદ્રિયવાળા, ૪ લાખ દેવો, ૪ લાખ નારકો, ૪ લાખ તિર્યંચ પંચેંદ્રિય, ૧૪ લાખ મનુષ્યો.