ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ટીકા  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ હિં. ] पुं. ઉપરીપણાની નિશાની; પ્રધાનતાની છાપ; આધિપત્યનું ચિહ્ન.
पुं. કન્યાના બાપ તરફથી વરને રોકડ નાણું, નાળિયેર વગેરેની આપવામાં આવતી બક્ષિશ.
पुं. ઘોડાની બે આંખ વચ્ચેનો માથાનો ભાગ, જ્યાં ભમરી થાય છે.
पुं. ડાઘ; ધાબું; ચિહ્ન.
पुं. તિલક; ચાંદલો; ચંદન, કેસર, કંકુ વગેરેના પ્રવાહીમાં આંગળી બોળી મસ્તક, હાથ, વગેરે અંગ ઉપર શોભા માટે કે સાંપ્રદાયિક સંકેતને માટે કરાતું ચિહ્ન. પૂજા વખતે તથા અનેક શુભ અવસરે ટીકા કરવામાં આવે છે. મુસાફરીને પ્રસંગે પણ જનારના શુભ માટે તેના કપાળમાં ટીકા કરવામાં આવે છે.
पुं. બે ભ્રમર વચ્ચેની જગ્યા; તિલક જ્યાં કરાય છે તે કપાળનો ભાગ.
पुं. યુવરાજ; રાજ્યકર્તા રાજા પછી રાજ્યનો ઉત્તરાધિકારી રાજકુમાર.
पुं. રાજતિલક; રાજસિંહાસન કે ગાદી ઉપર બેસવાનું કૃત્ય.
पुं. રાજ્યાભિષેકનો વિધિ.
૧૦ पुं. રૈયત કે આસામી તરફથી રાજા કે જમીનદારને અપાતી ભેટ.
૧૧ पुं. લગ્નની ભેટ.
૧૨ पुं. વિભાગ.
૧૩ पुं. શિરોમણિ; કોઈ સમુદાય, કુળ, મંડળ કે જનસમૂહનો શ્રેષ્ઠ પુરુષ.
૧૪ पुं. સગાઇને લગતી એક વિધિ. તેમાં કન્યાપક્ષવાળા વરને કપાળે તિલક કરી અમુક રકમ વરપક્ષનાં માણસોને આપે છે. આ વિધિ થતાં વિવાહ નિશ્ચિત થયાનું સમજવામાં આવે છે.
૧૫ पुं. સ્ત્રીઓનું માથે પહેરવાનું એક ઘરેણું.
૧૬ [ સં. ] स्त्री. કોઈ અઘરો વિષય, પદ, વાક્ય કે ગ્રંથ વગેરે સમજાવવાને કરેલું વિવેચન; વ્યાખ્યા; સમજૂતી આપવા કરેલું વિવરણ; વિવેચન. ભાષ્ય અને ટીકા આ બે શબ્દોનો કેટલીએક વાર સમાન અર્થમાં ઉપયોગ થાય છે.
૧૭ स्त्री. ગુણદોષની સમાલોચના.
૧૮ स्त्री. નિંદા; વગોવણી; કોઈની વિરુદ્ધ બોલવું તે.
૧૯ स्त्री. નુક્તેચીની; બીજાનાં છિદ્ર શોધવાનું કામ.
૨૦ स्त्री. ભોંયસિંગનાં પાંદડાંને લગતો એક જાતનો રોગ.
૨૧ स्त्री. મજાક; મશ્કરી; ઠેકડી; વ્યંગમાં બોલવું તે.
૨૨ स्त्री. રસી મૂકવાની ક્રિયા; કોઈ રોગમાંથી બચાવવાને માટે તે રોગનો ચેપ કે રસી લઇ કોઈના શરીરમાં પિચકારી વડે દાખલ કરવાની ક્રિયા. રસીનો ઉપયોગ આ દેશમાં ખાસ કરીને શીતળાના રોગમાંથી બચાવ કરવા માટે થાય છે. પહેલાં આ દેશમાં માળી લોકો કોઈ રોગીનું શીતળાનું પાણી લઈને રાખતા હતા અને સ્વસ્થ મનુષ્યોના શરીરમાં સોય વડે તેનો સંચાર કરતા હતા. સંથાલ લોકો આગ વડે ફફોડો કરાવી તે ફૂટતાં શીતળાનું નીર દાખલ કરતા હતા. આ પ્રમાણે રસી દાખલ કરવાથી જોશથી તાવ આવે છે. કોઈ કોઈ વાર આખે શરીરે શીતળા નીકળે છે અને ભય પણ રહે છે. સને ૧૭૯૮માં ડોક્ટર જેનર નામના એક અંગ્રેજે ગાયના આંચળમાં થયેલ શીતળાના દાણામાંથી લીધેલી રસી વડે શીતળા કાઢવાની યુક્તિ શોધી કાઢી. આથી તાવ બહુ જોશમાં આવતો નથી કે કોઈ જાતનો ભય રહેતો નથી. આ રીતે રસી મૂકવાનો વ્યવહાર ધીમે ધીમે બધા દેશમાં ફેલાયો. ભારતવર્ષમાં આ રસીનો પ્રચાર અંગ્રેજી અમલમાં થયો. કેટલાક લોકોનો એવો મત છે કે ગાયના સ્તનમાંથી લીધેલી રસી વડે શીતળા કાઢવાની યુક્તિ પ્રાચીન ભારતવાસીઓ જાણતા હતા. આ વાતના આધાર માટે ધન્વંતરિના નામે પ્રસિદ્ધ એક શાક્ત ગ્રંથમાંનો નીચેનો શ્લોક ટાંકે છે: ધેનુસ્તન્યમસૂરિકા નરાણાં ચ મસૂરિકા ! તજ્જલં બાહુમૂલાચ્ચ શસ્ત્રાંતેન ગૃહીતવાન્ !! બાહુમૂલે ચ શસ્ત્રાણિ રક્તોત્પત્તિકરાણિ ચ ! તજ્જલં રક્તમિલિતં સ્ફોટકજ્વરસંભવમ્ !!
૨૩ स्त्री. વેરાવળી ડુંગળી.