ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
પંક  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. ] पुं. કાદવ; કીચડ; કચરો; ગારો.
पुं. ( પિંગળ ) તેર અક્ષરનો એક અક્ષરમેળ. છંદ; પંકવતી. તે અતિજગતી છંદનો એક ભેદ છે. તેના દરેક ચરણમાં ભગણ, નગણ, બે જગણ અને લઘુ એમ તેર અક્ષર હોય છે.
पुं. ( પિંગળ ) નવ અક્ષરનો એક માત્રામેળ છંદ; બિંબ. તે બૃહતી છંદનો એક ભેદ છે. તેના દરેક ચરણમાં નગણ, સગણ અન યગણ મળી નવ અક્ષર હોય છે.
[ હિં. ] पुं. લેપ.
पुं. સારસ પક્ષી.
स्त्री. કાદવવાળી પોચી જમીન.
न. ( જૈન ) ચોથા નરકનું નામ, ત્યાં કાદવ વિશેષ હોય છે.
न. પાપ; દોષ.