૧
|
|
पुं. |
એ નામના લોકો; એક હલકી જાતના લોકનું નામ.
|
૨
|
|
पुं. |
એ નામનો ભારતવર્ષનો એક મોટો દેશ. શ્રીકૃષ્ણ આ દેશમાં ગયા ત્યારે ત્યાંના લોકોએ એમનું સ્વાગત કર્યું હતું.
|
૩
|
|
पुं. |
(પુરાણ ) એ નામનો મ્લેચ્છ રાજવંશ.
|
૪
|
[ સં. ] |
पुं. |
એક જાતનું પંખી. તેની પાંખમાંથી શરપુંખ થાય છે. આ જળચર પક્ષીની કદમાં અને રંગમાં જુદી પડતી અનેક જાત છે. સામાન્ય રીતે તેની ચાંચ માથાં કરતાં વધારે લાંબી અને અણીદાર હોય છે. તેના પગ લાંબા અને પાતળા હોય. તેની લંબાઇ સાધારણ રીતે ત્રણથી ચાર ફૂટની હોય અને માથા ઉપર કલગી જેવાં કાળાં પીછાં હોય. રંગે તે કાળાશ પડતા, આસમાની રતાશ પડતા અને જાંબુડા રંગનું હોય છે. માછલી, કરચલા, દેડકાં અને બીજાં જીવડાંઓ તેનો ખોરાક છે.
|
૫
|
|
पुं. |
એક જાતનો કાગડો.
|
૬
|
|
पुं. |
એક જાતનો મોટાં ફળવાળો આંબો.
|
૭
|
|
पुं. |
એક યાદવનું નામ. એ વાસુદેવનો ભાઇ હતો. એની સ્ત્રીનું નામ કણિકા હતું. તેનાથી તેને ઋતધામા અને જય નામે બે પુત્રો થયા.
|
૮
|
|
पुं. |
ક્ષત્રિય.
|
૯
|
|
पुं. |
ખંડના અઢાર વિભાગ માંહેનો એક.
|
૧૦
|
|
पुं. |
નામધારી બ્રાહ્મણ; બ્રાહ્મણનું ખોટું રૂપ ધારણ કરનાર પુરુષ.
|
૧૧
|
|
पुं. |
પંખીનાં પીંછાં લગાડેલ તીર; પીંછાળું તીર; પુંખલા.
|
૧૨
|
|
पुं. |
બગલો.
|
૧૩
|
|
पुं. |
યમ.
|
૧૪
|
|
पुं. |
વિરાટના દરબારમાં ગુપ્ત રહેતાં યુધિષ્ઠિરે ધારણ કરેલું નામ. ત્યાં તે વિરાટ રાજા સાથે પાસાથી રમતા. જ્યારે સુશર્મા રાજા વિરાટ રાજાને પકડીને લઇ જતો હતો ત્યારે કંકે પોતાના ભાઇઓ સાથે જઇ તેને છોડાવ્યો હતો.
|
૧૫
|
|
पुं. |
વૃષ્ણિ ઋષિ.
|
૧૬
|
|
पुं. |
સોમવંશી ઉગ્રસેનના નવ પુત્ર માંહેનો ચોથો પુત્ર. એ કંસનો ભાઇ હતો.
|
૧૭
|
|
न. |
( સંગીત ) ઓવડનું એક તાન. ષડ્જ ગ્રામમાં ષડ્જ અને પંચમનો ત્યાગ કરવાથી ઉત્પન્ન થતું એક તાન.
|