ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
કંકણ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
पुं. ( પિંગળ ) ઉલ્લાસની જાતનો એક અર્ધસમ માત્રામેળ છંદ. તેમાં ૬ ગુરુ અને ૪૪ લઘુ મળી ૫૦ વર્ણ અને ૫૬ માત્રા હોય છે.
पुं. ( પિંગળ ) એક અર્ધ સમજાતિ માત્રામેળ છંદ. તે બટવૈ છંદનો ભેદ છે. તેમાં ૧૩ ગુરુ અને ૧૨ લઘુ મળી ૨૫ અક્ષર હોય છે.
पुं. ( સંગીત ) તાલના આઠ માંહેનો એક ભેદ.
[ સં. ] पुं. પાણીનો કણ.
न. કાંકણ; વિવાહની વિધિ કરી કાંડે બાંધેલો મીંઢળ સાથેનો નાડાછડીનો ધાગો; કાંકણદોરો.
न. રાખડી; કાંડે બાંધવામાં આવતી દોરી; હસ્તસૂત્ર.
न. વરૂણીમાં વરાયેલા બ્રાહ્મણોને બાંધવામાં આવતું નાડું.
न. શેખર; મુકટ.
न. સોનારૂપાનું કાંડા ઉપર પહેરવાનું કાંગરાવાળું ઘરેણું; કાંગરાવાળી ચૂડી કે બંગડી.
૧૦ न. સ્ત્રીઓને હાથે પહેરવાનું રંગીન કાચનું ગોળ કડું; બંગડી; કટક; કાચની, સોનાની અથવા બીજી ધાતુની સ્ત્રીઓને કાંડે પહેરવાની બંગડી. સુશોભિત છેડાવાળા કારીગરીથી બનાવેલા પટા એ કંકણની જૂનામાં જૂની જાત હતી. જૂના વખતમાં પુરુષો તેમ જ સ્ત્રીઓ કંકણ પહેરતાં પણ લગભગ બારમી સદીની આખરથી કંકણ પહેરતાં પણ લગભગ બારમી સદીની આખરથી કંકણ પહેરવાનું મુખ્યત્વે કરીને સ્ત્રીઓમાં જ જોવામાં આવે છે. ત્યારપછીના વખતમાં કોતરેલાં તથા રત્નજડિત તકતીઓવાળાં કડાં પ્રચારમાં આવ્યાં છે.
૧૧ न. હરકોઇ ઘરેણું.