ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
અ-1  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
पुं. સંસ્કૃત કુટુંબની વર્ણમાળાનો બારમો અને ગુજરાતી ભાષાના મૂળાક્ષરો માંહેનો દશમો કંઠૌષ્ઠી દીર્ધ સ્વર વર્ણ. તેના ઉચ્ચારનો બહુ જ સરસ અભ્યાસ થવાથી એવો અનુભવ થાય છે તેમનું સ્વાભાવિક કાર્ય કરવા મંડી જાય છે. તે શરીરના મધ્ય ભાગને ઉત્તેજિત કરે છે. તેનું ગુણ રૂપ ઉ થાય છે. સંયુક્ત ચિહ્નો. આને આપણે કાનો માત્રા કહીએ છીએ. પાલી લિપિમાં તે જ લિપિનાં કાનો માત્રા લખાય છે. જેમકે, કો. આ ઉપરથી બાળબોધ અને ગુજરાતી લિપિમાં કાનો માત્રા લખાય છે. જો અ કે આની પછી ઉ કે ઊ સ્વર આવે તો તે બેઉનો ઓ થાય છે. જેમકે, અ + ઉ = ઓ, આ + ઉ = ઓ, અ + ઊ = ઓ, આ + ઊ = ઓ. જો ઓ પછી કોઈ પણ સ્વર આવે તો ઓનો અવ્ થાય છે. નિષ્ણાત ભાષાશાસ્ત્રીનો એવો અભિપ્રાય છે કેઃ ગુજરાતી ભાષાની ઉત્પત્તિ શોધનારને તરત જણાશે કે આ, અઈ, અઉવાળાં રૂપ બહુ જ લાંબા કાળ સુધી ટકી રહી છેક સંવત ૧૭૦૦ સુધી ચાલ્યાં આવ્યાં હતાં અને તે પછી પણ ઈ-ઉએમ રૂપો લાંબા વખત સુધી રહ્યાં. સંવત ૧૭૦૦ પછી એ અને ઓ એ રૂપાન્તર થયેલાં લાગે છે.
पुं. એક જલધી સૂચક સાંકેતિક અક્ષર.
पुं. પ્રભાવ; શેહ.
पुं. બ્રહ્મા.
पुं. રૂઆબ; રોફ.
अ. આ; પેલું; તે; એ.
अ. અરેરે; હે; ઓરે.
अ. નામનું બહુવચન બનાવનાર પ્રત્યય.
अ. હા; હાં; કેમ.