ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
કાફી  
ઉચ્ચાર: ( ક઼ાફ઼ી )

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
पुं. એક જાતનો છોડ. તેને સફેદ નાનાં સુવાસવાળાં ફૂલ થાય છે. તે ફૂલની વાસ વધારે વખત ટકતી નથી. ફૂલ આવ્યા પછી આઠેક માસે લાંબાં ફળ આવે છે. તે પાકે ત્યારે રાતા રંગનાં થાય છે. તેમાં રહેલ બી બુંદ કહેવાય છે. આ છોડ ત્રણ ચાર હાથ ઊંચો વધે છે. આઠ માસમાં બુંદ પાકીને તૈયાર થાય છે. અકેક ફળમાં બે બુંદ હોય છે. અરબસ્તાન, હિંદુસ્તાન, હિંદી મહાસાગરમાંના ટાપુ અને વેસ્ટ ઇન્ડીઝ ટાપુઓમાં તેનું વાવેતર થાય છે.
स्त्री. ( સંગીત ) એક જાતની રાગિણી. સંપૂર્ણ જાતિ છે. ગાંધાર અને નિષાદ કોમળ છે. બાકીના બધા શુદ્ધ સ્વર છે. નિષાદ ગ્રહ, પંચમ ન્યાસ અને ગાંધાર અંશ સ્વર છે. બપોરે પછી હમેશા અને ખાસ કરીને વસંત ઋતુમાં તે ગવાય છે.
स्त्री. પપનસની એક સારી જાત.
स्त्री. બુંદનું બનાવેલું પીણું; ‘કૉફી’. અરબ અને મુઘલ લોકોમાં કાફી પીવાની રીત સામાન્ય છે. કાફી તૈયાર કરવાની રીત; બુંદને ઘીમાં શેકીને ખાંડવા. પછી પાણીને ઉકાળી આ ભૂકી માપસર નાખી તેમાં દૂધ અને સાકર નાખવાં. તે પીવાથી સુસ્તી અને આળસ જઇ રક્તવૃદ્ધિ થાય પણ કબજિયાત કરે.
वि. પૂરેપૂરું; સંપૂર્ણ.
वि. વાજબી.