ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
નાગરંગ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. ] पुं. નારંગીનું ઝાડ.
[ સં. નાગ ( સિંદૂર ) + રંગ ( વર્ણ ) ] स्त्री. નારંગી. તે મધ્ય હિંદના ઉત્તર અને ગરમ પ્રદેશમાં થાય છે. તે લોહી શુદ્ધ કરે છે. કડવી નારંગીનાં ફૂલની પાંખડીના શોધેલ પાણીનો ઉપયોગ શીતાદ રોગમાં ખાસ થાય છે. તેની છાલ અને ફૂલના તેલનાં સાકરના ગાંગડા ઉપર એક બે ટીપાં નાખી ખાવાથી પેટનો દુખાવો મટે એમ મનાય છે. તે બળવર્ધક, કડવું અને પેટનો દુખાવો મટાડનાર મનાય છે. તે બીજી કડવી ઔષધિ સાથે અપાય છે. તેનું પાણી અને તેલ સુગંધીદાર માથાનું તેલ બનાવવામાં કામ લાગે છે. તેની સૂકી છાલ મોઢાની ચામડીને ચળકતી બનાવવા માટેની ભૂકીમાં વપરાય છે.