ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
પરમિયો  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. પ્રમેહ ] पुं. પ્રમેહ; મધુપ્રમેહ; પરમો; જનનેંદ્રિયને લાગુ પડતો એક રોગ. આમાં પેશાબ વાટે પરુ, રુધિર અને બગડેલી ધાતુ પડ્યા કરે છે અને અત્યંત પીડા થાય છે. મૂત્ર બહુ ડહોળાયેલાં જેવું હોય છે. મૂત્રના જુદા જુદા રૂપ ઉપરથી તેના વીશ ભેદ કર્યા છે. તેમાં ઉદક, ઈક્ષુ, સાંદ્ર, સુરા, વિષ્ટ, શુક્ર, સિકતા, શિત, શનૈઃ, લાલા એ દશ પ્રમેહ કફથી થાય છે અને તે સાધ્ય મનાય છે. ક્ષાર, નીલ, કાળો, હારિદ્ર, મંજીષ્ઠ, રક્ત એ પિત્તથી થનાર છ પ્રમેહ કષ્ટસાધ્ય કહેવાય છે. વસા, મજ્જાન્ન, સૌર, હસ્તી એ ચાર વાયુથી થનાર પ્રમેહ અસાધ્ય મનાય છે. આ ઉપરાંત તણીખિયો, શીત પ્રમેહ, લાલમેહ, ધાતુપ્રમેહ, મૂત્રમેહ, મધુમેહ આ પણ પ્રકાર છે.