ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
મોઢું  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. મુખ ] न. ઓષ્ઠ વચ્ચેની ફાડ અને તેની અંદરનો દાંત અને જીભવાળો પોકળ ભાગ. મોઢાના આગળના ભાગમાં બે ઓઠ અને ઉપર તાળવું છે. તેની અંદર ઉપલી અને નીચલી સોળ સોળ દાંતની બે હાર છે. તેનું હેઠલું જડબું ઉપર નીચે ચાલવાથી મોઢું ઊઘડે છે અને બિડાય છે. તેથી બોલવા, ખાવા, હસવા વગેરેની ક્રિયા થાય છે. તેનું ઉપલું જડબું અચળ છે. તેની અંદરના ભાગમાં શ્લેષ્માવરણનું અસ્તર છે, જેનાથી મોઢામાં ભીનાશ અને ચીકાશ રહે છે.
न. મુખ; વદન; મો; ચહેરો; જેમાં આંખ, કાન છે તે માથાનો આગલો ભાગ.
न. વાટ; રસ્તો; છિદ્ર; બાકોરું; નાકું; દ્વાર.
न. વાસણ વગેરે ઉપરનું બાકું.