ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
વહાણખેડ  
ઉચ્ચાર: ( વહાણખેડ઼ )

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
स्त्री. વહાણવટું; વહાણમાં બેસીને દરિયાની લાંબી સફર કરવી તે; પાણી ઉપર વહાણને ચલાવવાની તથા પાણીમાં કઈ જગ્યાએ તે છે તે જાણવાની વિદ્યા. યરપિયનો એમ કહે છે કે. વહાણખેડ ભૂમધ્યના ફિનિશ્યનો પાસેથી આરબ લોકો અન ત્યાંથી હિંદુ શીખ્યા છે. પણ ફિનિશ્યનો પોતે જ હિંદમાંથી ત્યાં ગયેલા પણી એટલે હાલના વાણિયા લોકો હતા એમ મનાવા લાગ્યું. આરબોને એ બિના કબૂલ નથી એ જાણવાથી તથા આપેલ શબ્દોનો અભ્યાસ કરવાથી આ દાવો જરા પણ ટકી શકતો નથી એટલું જ નહિ પણ આપણી વહાણખેડ સ્વયંભૂ છે એમ માનવાને કારણ મળે છે. વેદકાળમાં આ બાજુએ દ્વીપસમૂહ હતો તે દિવસે પણ વહાણખેડ સારી રીતે પ્રચલિત હતી અને દરિયામાં ફરતાં વહાણોને મદદ કરવા માટે દરિયાઈ રખોપિયા પણ રાખવામાં આવતા. તુગ્રીય ભૂજ્ય જ્યારે દરિયામાં પોતાના વહાણ સાથે ડૂબતો હતો ત્યારે અશ્વિનીકુમારોએ તેને બચાવ્યો એવી વાત ઋગ્વેદમાં છે. કુમારો આવી રીતે સર્વને મદદ કરતા. તેમનું વહાણ ૬ સઢવાળું અને ૧૦૦ હલેસાંવાળું હતું. આથી સિદ્ધ થાય છે કે, ભારતની વહાણખેડની પ્રવૃત્તિ ખૂબ જ જૂની છે અને વેદવારામાં તો ખૂબ મોટાં વહાણો દરિયો ખેડી રહ્યાં હતાં.