ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
વહાણવટું  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
न. દરિયાઈ મુસાફરી; જળયાત્રા; સફર; સમુદ્રયાન.
न. દરિયામાં વહાણ ફેરવવાં તે. વેદકાળથી ભારતનું વહાણવટું ઉલ્લેખ પામતું આવ્યું છે. એ કાળમાં પણી સાથે એટલે કે મીસરવાસીઓ સાથે ભારતનો વહેવાર હતો અને આ વહેવાર બાંધી આપનાર વહાણ હતું. એક આલીશાન વહાણમાં વલ્લભીપુરનો રાજકુમાર વહાણો લઈ ને લંકા પહોંચ્યો હતો. અશોકનાં બે સંતાનો પુત્ર અને પુત્રી જગતની સફર વહાણમાં ખેડવા ગયેલ હતાં. ગ્રીસનો ઈતિહાસ નોંધે છે કે પોરસ ઉપર સિકંદરે ચડાઈ કરી એ પછી સિકંદરને બેબીલોન દરિયાવાટે પાછા ફરવા ભરૂચના વાઘેલા ખલાસી સાથે કરાર કરવામાં આવેલ હતો. ઈ. સ. પૂ. ૪૨માં એટલે બે હજાર વર્ષ પહેલાં ભારતના એક જૈન સાધુએ કેવળ સંસ્કાર રેલાવવા સારુ જગત યાત્રા ખેડી હતી અને એમનો દેહ ગ્રીસની ધરતી ઉપર ઢળી પડ્યો હતો. એથેન્સમાં આ જૈન સાધુની સમાધિ આજે પણ મોજુદ છે. ગુણવંતરાય આચાર્યે આજસુધીમાં લગભગ ૮૦ પુસ્તકો પ્રગટ કર્યા છે. એમાંથી સાગરકથાઓ અંગેનું એમનું જ્ઞાન દીવાદાંડીની માફક ચળકતું છે.
न. વહાણ રાખી દરિયાઈ સફરો કરવા, કરાવવાનું અને માલની આયાત નિકાસ કરવાનું કામ કે ધંધો; વહાણો રાખીને દરિયાઈ વેપાર ખેડવો તે; વહાણ મારફતે થતો વેપાર; વહાણો દ્વારા ચલાવવામાં આવતો વ્યાપાર.