ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
સ્વાતંત્ર્યહક  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
पुं. સ્વતંત્રતાનો હક. ભારતના સંવિધાનમાં દરેક નાગરિકને નીચેના સ્વાતંત્ર્ય હકો રહે છે. વિચાર અને વાણી સ્વાતંત્ર્ય, શસ્ત્રો વિના શાંતિપૂર્વક ભેગા મળવું, સંસ્થા કે સંઘોની રચના, ભારતના કોઈપણ વિસ્તારમાં સ્વતંત્ર હરવું ફરવું, ભારતના કોઇપણ વિસ્તારમાં રહેવું અને વસવાટ કરવો, મિલકતો મેળવવી ધરાવવી અને તેનો નિકાલ કરવો ગમે તે ધંધો કરવો કે કોઈપણ જાતનો વેપાર રોજગાર કરવો વ્યક્તિ સ્વાતંત્ર્ય અંગે નીચેની જોગવાઈ કરવામાં આવી છે. (૧) જે કાર્ય ગુનાહિત હોય અને તેમ કરવામાં અમલી કાયદાનો ભંગ થતો હોય તો તેની સજા કરવામાં આવશે. (૨) એકના એક ગુન્હા માટે કોઈપણ વ્યક્તિને પકડી શકશે નહિ તેમજ તે ગુન્હા માટે સજા પણ થઈ શકશે નહિ. ગુન્હાનો આરોપ મુકવામાં આવ્યો હોય તેને ફરજિયાત સાક્ષી આપવાની ફરજ પાડી શકશે નહિ.