ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
અરુંધતી  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
स्त्री. ( શાક્ત ) એ નામની દેવી. એનું સ્થાન સતીગણમાં છે.
[ સં. ] स्त्री. એક જાતની વેલ.
स्त्री. ( યોગ ) કુંડલી; શક્તિ; કુંડલિની.
स्त्री. ( પુરાણ ) ચાલુ વૈવસ્વત મન્વંતરમાંના મૈત્રાવરુણિ વસિષ્ઠ ઋષિની પત્ની. એ નારદની બેન હતી. વસિષ્ઠથી એને શક્તિ ઋષિ નામે પુત્ર થયો હતો.
स्त्री. ( તંત્ર ) જીભ.
[ સં. અ ( નહિ ) + રુધ્ ( રોકવું ) ] स्त्री. નહિ રોકાનારી સ્ત્રી.
स्त्री. ( પુરાણ ) પ્રાચેતસ દક્ષની એક દીકરી, જેનો વિવાહ ધર્મ સાથે થયો હતો. એનાં બીજાં નામ કકુબ તથા કકુભ, એના પુત્રનું નામ સંકટ અને પૌત્રનું નામ કીકટ હતું.
स्त्री. ( જ્યોતિષ ) સપ્તર્ષિની પાસેનો એક પાંચમા વર્ગનો ઝાંખો તારો. સપ્તર્ષિના સાત તારામાં જમણા અંગ ઉપર બીજો તારો છે તે વસિષ્ઠ અને તેની તદૄન નજદીક નીચલી બાજુએ સહેજ જમણા અંગ ઉપર એક બારીક તારો દેખાય છે તે અરુંધતી. જો આંખની શક્તિ સારી હોય તો તે રાત્રે જરૂર ઓળખી શકાય. અરબ લોકો તેને આંખોની શક્તિની પરીક્ષા કરવા માટેનો તારો ગણે છે. વિવાહમાં કન્યાને તે તારો અરુંધતી જેવી પતિવ્રતા થવા માટે દેખાડવાનો રિવાજ છે. સુશ્રુત પ્રમાણે જેનું મોત નજીક હોય તે આ તારો જોઈ શકતું નથી.
स्त्री. સ્વાયંભૂ મન્વંતરમાં થયેલા વસિષ્ઠ ઋષિની પત્ની. એ કર્દમ પ્રજાપતિ અને દેવહૂતીની નવ દીકરીમાંની એક હતી. તે ઘણી પતિવ્રતા હોવાથી લગ્ન પ્રસંગે તેને આહુતિ આપવામાં આવે છે. સીતાને રામે તજી દીધાં ત્યારે જંગલમાં તેણે સીતાનું છૂપી રીતે દિગ્પાલ તરીકે રક્ષણ કર્યું હતું.