ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
કવચ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. ] पुं. એક ઝાડ.
पुं. કવચરૂપે `હું` અક્ષર.
पुं. ગર્દભાંડવૃક્ષ; પિતપાપડો; પીતપર્ણી.
पुं. ચોપડો.
पुं. જાળ.
पुं. તજ.
पुं. ભોજપત્રનું ઝાડ.
पुं. લાંબી પીપરનું ઝાડ.
पुं. સમૂહ.
૧૦ स्त्री. એક જાતનો વેલો. માગશર માસમાં તેનો છોડ ઊગે. પછી તેનો વેલો થઈ ઝાડ ઉપર ચડે. આ વેલાનાં પાનની બાજુએ ડીંટ ફૂટી ફૂલનો ઝૂમખો આવે. તેમાં દશ બાર શીંગો થાય. શીંગો ઉપર કાંટા હોય. તે શરીરને લાગતાં શરીરે બળતરા થઈ તે ભાગ સૂઝી આવે. શીંગનાં બીજને કવચબીજ કહે છે. કવચ દવામાં વપરાય છે.
૧૧ स्त्री. બહારની નળી; સંરક્ષક નળી.
૧૨ न. કાચલી; ઉપરનું કઠણ છોડું; ફોતરૂં.
૧૩ न. કાનનું બહારનું છિદ્ર; કર્ણબહિર્દ્વાર.
૧૪ न. ગોળ શરીરવાળું, ઝાડ ઉપર વળગી રહેતું નાનું જીવડું; શલ્ક. ઇંડામાંથી નીકળ્યા પછી તેઓ પાંદડાં અને ડાળીઓ ઉપર ફરે છે. તેઓ ચપટાં, અંડાકાર અને પાંખ વિનાનાં હોય છે. પાંદડાંનો રસ ચૂસવા તેઓને એક ડંખ હોય છે. માદા કરતાં નર ચપળ હોય છે. માદા ઇંડાં મૂક્યા પછી મરણ પામે છે.
૧૫ न. ઢાંકણ.
૧૬ न. ઢોલ; નગારૂં; દુંદુભી.
૧૭ न. તાવીજ; ભૂત, પિશાચ કે મૂઠચોટથી શરીરનું રક્ષણ કરે એમ મનાતો મંત્ર.
૧૮ न. બખ્તર; અસ્ત્રશસ્ત્રથી શરીરનું રક્ષણ કરનારૂં અભેધ પહેરણ.
૧૯ न. સુતરાઉ વસ્ત્રનું બનાવેલું દેહરક્ષક વસ્ત્ર.
૨૦ न. સ્તોત્ર; પીડા ટાળનાર કોઇ દેવની સ્તુતિ.
૨૧ न. હિંદમાં અને ગુજરાતમાં ઊગતું એક પ્રકારનું ઝાડ. તે ઔષધિ તરીકે ઉપયોગમાં આવે છે. યરપમાં ૨૦૦ વર્ષ ઉપર તેની છાલના તંતુઓમાંથી કાપડ બનાવવામાં આવતું. કવચની ત્રણ જાત છે: (૧) નાની, (૨) મોટી અને (૩) રૂમી.