ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
નાગર  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. ] पुं. એ નામનો એક દેશ.
पुं. ( પિગંળ ) એ નામનો એક સમજાતિ માત્રામેળ છંદ. તે સવૈયા છંદનો ભેદ છે. તેમાં ૪૨ ગુરુ અને ૪૦ લઘુ મળી ૮૨ વર્ણ અને ૧૨૪ માત્રા હોય છે.
पुं. એક જાતનો રતિબંધ.
पुं. ઢેઢ; ભંગી. વ્યંગમાં બોલાય છે.
पुं. દિયર; દેવર; દેર.
[ હિં. ] पुं. દીવાલનું વાંકાચૂકાપણું. જમીનની તંગીના કારણે તે થાય છે.
पुं. દેહ.
पुं. નગરમાં રહેનાર મનુષ્ય.
पुं. નારંગી.
૧૦ पुं. નારંગીનું ઝાડ.
૧૧ पुं. પૂર્ણપુરુષોત્તમ પુરુષ.
૧૨ पुं. રાજધાનીની સભાનો સભ્ય.
૧૩ पुं. રુદ્રટના મત પ્રમાણે અપભ્રંશનો એક વિભાગ.
૧૪ पुं. સભ્ય, શિષ્ટ અને નિપુણ વ્યક્તિ; ચતુર માણસ.
૧૫ स्त्री. એ નામની મોચીની એક અટક.
૧૬ स्त्री. એક જાતનું શિલ્પ. શિલ્પમાં નાગરઢબ નામે ઓળખાતી ઢબમાં નાગર એ શબ્દ નગર ઉપરથી નહિ, પણ નાગવંશના નામ ઉપરથી છે. માનસારમાં સ્થાપત્યની ત્રણ મુખ્ય જાતો જણાવી છે. નાગર, વેસર અને દ્રાવિડ.
૧૭ स्त्री. બ્રાહ્મણની એ નામની એક જ્ઞાતિ. નાગરોની જન્મભૂમિ ગુજરાત મનાય છે. કોઈ પણ બ્રાહ્મણ તળ ગુજરાતના મૂળ નિવાસી હોવાનો દાવો કરી શકે તો તે નાગર જ છે. આનર્ત દેશની રાજધાની પ્રાપ્તિપુરી એટલે પ્રાંતિજ પાસેના હાટકેશ્વર તીર્થમાં વસતા બ્રાહ્મણોનાં બોતેર ગોત્રમાંથી અડસઠ ગોત્રે પ્રતિગ્રહ કરી નગરમાં વાસ કર્યો. એ આદિકથા સ્કંદપુરાણાંતર્ગત નાગરખંડમાં જાણીતી છે. વળી એમ પણ મનાય છે કે, નાગરખંડમાં નાગસેનાથી પોતાનું રક્ષણ કરવા ન-ગર એવો મંત્ર શિવ પાસેથી પ્રાપ્ત કરી તેના ઉચ્ચાર કરનારા નાગર કહેવાયા. તે પણ જે શક અને તક્ષકાદિ નાગ લોકોએ પરિક્ષિતના ઇંદ્રપ્રસ્થને શત દિવસમાં તોડી નાખ્યું તેના જ ત્રાસની સૂચના કરે છે અને નગરનો આશ્રયકરવાથી એ ભય દૂર થવાનો મંત્ર એમ સફળ થાય છે. ભગવાન શંકરની પૂજાના પ્રસાદે જે વર્ણ નાકને સ્થાને છે તે નાકર કહેવાયો; પછી ક નો ગ થઈ નાકર શબ્દ નાગર તરીકે વપરાવા લાગ્યો. કેટલાકની માન્યતા એવી પણ છે કેઃ ઈ.સ. નાં પ્રથમ બે ત્રણ શતકોમાં આર્યભૂમિના પશ્ચિમ પ્રદેશ ઉપર શક અને યવનોના જે મહાપ્રવાહ વહ્યા છે, જેમાંથી સૌરાષ્ટ્રનાં અનેક રાજ્યોની સ્થાપના થઈ છે, તેમના જ ભયથી પોતાનું રક્ષણ કરવા અરણ્યની એકાંતભૂમિ તજીને આ બ્રાહ્મણો રાજાને આશ્રયે નગરમાં વસી નાગર સંજ્ઞા પામ્યા. નાગરની નીચે પ્રમાણે જાતો છેઃ જે લોકો વિશલનગરમાં રહ્યા તે વિશનગરમાં રહ્યા તે વિશનગરા ,ષટ્પદ્રમાં રહ્યા તે સાઠોદરા, કૃષ્ણોર અને ચિત્રોડના નિવાસી કૃષ્ણોરા અને ચિત્રોડા પ્રશ્નો ધંધો કરનારા પ્રશ્નોરા નાગરો કહેવાયા.
૧૮ स्त्री. લખવાની એક પ્રકારની રીત; દેવનાગરી.
૧૯ स्त्री. વાણિયાની ચોરાશી માંહેની એ નામની એક જ્ઞાતિ.
૨૦ स्त्री. સૂંઠ. સૂંઠ નાગરમોથ જેવા આકારની હોય છે. નાગરમોથને કચરવાથી છોતા છોતા થઈ જાય છે તેમ જ સૂંઠને કચરવાથી છોતા છોતા થઈ જાય છે, માટે તેને નાગર કહે છે.
૨૧ न. એ નામની અટકનું માણસ.
૨૨ न. એ નામની જ્ઞાતિનું માણસ.
૨૩ न. એક જાતનું ઘાસ.
૨૪ न. ( કાવ્ય ) છ માંહેનું એક પ્રકારનું પદ.
૨૫ न. નાગર દેશમાં ચાલેલા પહેલા અક્ષર.
૨૬ न. નારંગીનું તેલ.
૨૭ न. મોથ; નાગરમોથ.
૨૮ न. વહાણની બિલાડી.
૨૯ न. હળ.
૩૦ वि. એ નામની અટકનું.
૩૧ वि. એ નામની જ્ઞાતિનું.
૩૨ वि. કુત્સિત; ખરાબ; નિંદ્ય.
૩૩ वि. ચતુર; કુશળ.
૩૪ वि. નગર સંબંધી.
૩૫ वि. નગરવાસી; નગરમાં રહેનાર; નગરનું; શહેરનું.
૩૬ [ નાગ ( એ નામના લોકો ) + ર ( છઠ્ઠી વિભક્તિનો પ્રત્યય ) ] वि. નાગ સાથે સંબંધ ધરાવતું.
૩૭ वि. પંડિત.
૩૮ वि. ફેશનવાળું; વરણાગી.
૩૯ वि. સભ્ય; વિવેકી.