ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
સ્વાતંત્ર્ય  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. ] न. સ્વતંત્રતા; આપ-અખત્યારપણું; સ્વાધીનપણું; આઝાદી. ગાંધીજી લખે છે કે, સ્વાતંત્ર્ય દેવીનું મંદિર શહીદોનાં લોહી વગર ચણાતુ નથી. એ મંદિરની સ્થાપના કરવાને અહિંસાનો માર્ગ સૌથી ટૂંકો, સૌથી ખાત્રી ભર્યો અને સૌથી શ્રેષ્ઠ છે.
न. સ્વતંત્ર સ્ફૂરણ; પ્રેરણા. લોકમાન્ય તિલક કહે છે કે; દેહેન્દ્રિયને મોક્ષનું ફલ કર્મ કરવા તરફ દોરીને બ્રહ્માત્મૈકયજ્ઞાનથી મોક્ષ મેળવવાની, હેડમાં ઘાલેલા શારીર આત્માની જે આ સ્વતંત્ર શક્તિ તે મનમાં લાવીને જ ભગવાને કહ્યું છે કે, મનુષ્યે પોતે જ ઉદ્ધાર કરવો જોઈએ; પોતાના આત્માને પોતે જ નાઉમેદ થવા દેવો નહિ આ પ્રમાણે આત્મસ્વાતંત્ર્યના એટલે સ્વાવલંબનના માર્ગનો જ અર્જુનને ઉપદેશ કરેલો છે. અને તે જ હેતુથી યોગવાસિષ્ટમાં દૈવનું નિરાકરણ કરી પૌરુષની મહત્તા વિસ્તારથી વર્ણવેલી છે. આધિદૈવત પક્ષના પંડિતો આને સદસદ્વિવેકબુદ્ધિરૂપ દેવતાનું સ્વતંત્ર્યસ્ફુરણ એવું કહે છે. પણ તાત્ત્વિક દૃષ્ટિથી વિચાર કરતાં જણાશે કે, બુદ્ધિ અને બુદ્ધિ સાથે મન પણ એ ઈન્દ્રિયજડ પ્રકૃતિનો જ વિકાર હોવાથી તે પોતે પોતાની મેળે પ્રકૃતિના કાયદામાંથી છૂટી શકે તેવો સંભવ નથી. તે પ્રેરણા એટલે કે સ્ફુરણા કે સ્વાતંત્ર્ય કર્મસૃષ્ટિના બહારના આત્મા પાસેથી મળવી જોઈએ, એ ઉઘાડું છે. તે જ પ્રમાણે ‘ ઈચ્છા સ્વાતંત્ર્ય ’ એ પાશ્ચિમાત્ય પંડિતોનો શબ્દ પણ વેદાંતદૃષ્ટિએ બરાબર નથી. કારણ કે, ઈચ્છા એ મનનો ધર્મ છે અને બુદ્ધિ અને બુદ્ધિની સાથે મન પણ કર્માત્મકજડ પ્રકૃતિનો અસ્વયંવેદ્ય વિકાર હોઈને તે પોતે પોતાની મેળે કર્મની પકડમાંથી છૂટી શકે તેમ નથી. એટલે ખરું સ્વાતંત્ર્ય તે મનનું કે બુદ્ધિનું નથી પણ આત્માનું જ છે એમ વેદાંતશાસ્ત્રે ઠરાવ્યું છે. પ્રવૃત્તિ સ્વાતંત્ર્યની વા ઈચ્છાસ્વાતંત્ર્યની ઉત્પત્તિ જીવાત્મા અને પરમાત્મા મૂળમાં એકરૂપ છે એ અદ્વૈત વેદાંતના સિદ્ધાંતને અનુસરીને લોકમાન્ય તિલકે આપી છે; પણ તેઓ વિશેષમાં કહે છે કે: આ અદ્વૈત મત જેને માન્ય નથી અથવા ભક્તિ માટે જ્યારે દ્વૈતનો સ્વીકાર કરવાનો પ્રાપ્ત થાય છે ત્યારે જીવાત્માનું આ સ્વાતંત્ર્ય તેનું પોતાનું ન હોવાથી તેને પરમેશ્વર પાસેથી પ્રાપ્ત થાય છે એ રીતે કહેવાય છે. તોપણ થાકતાં સુધી પ્રયત્ન કરનાર મનુષ્ય સિવાય બીજાની મદદમાં દેવ કદી આવતા નથી; આ ઋગ્વેદોક્ત તત્ત્વોને અનુસરીને જીવાત્માને આ સામર્થ્ય પ્રાપ્ત કરવા માટે પ્રથમ પોતાની મેળે પ્રયત્ન કરવો જોઈએ એમ કહી આત્મપ્રયત્નનું અથવા બીજા શબ્દોમાં આત્મસ્વાતંત્ર્યનું તેનું તે તત્વ પુન: કાયમ જ રાખવામાં આવે છે. બૌદ્ધધર્મી લોક આત્મા અથવા પરબ્રહ્મનું અસ્તિત્વ માનતા નથી; પણ બ્રહ્મજ્ઞાન કે આત્મજ્ઞાન તેમને માન્ય નથી તો તેમના ધર્મગ્રંથોમાંથી ‘અત્તના ( આત્માના ) ચોદયડત્તાન’ અર્થાત્ પોતે પોતાની મેળે જ માર્ગ કરવો જોઈએ, એમ ઉપદેશ કરવામાં આવ્યો છે.