ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
અંક  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
पुं. અપરાધ; ગુનો.
पुं. ( ગણિત ) ઉચ્ચ ગણિતમાં અક્ષરને લગાડાતું ચિહ્ન. જેમકે, ક૧, ક૨.
पुं. એક જાતનું રત્ન.
पुं. એક જાતનો સફેદ મણિ.
पुं. એકથી નવ સુધીના આંકડા.
पुं. ખોળો; ગોદ.
पुं. ગર્વ; અહંકાર.
[ સં. અંક્ ( નિશાની કરવી ) ] पुं. ચિહ્ન; નિશાન; રેખા; આંકો.
पुं. ટેક; વટ.
૧૦ पुं. ડાઘ; કલંક; લાંછન. ચંદ્રને અંક એટલે લાંછન હોવાથી તે શશાંક કહેવાય છે.
૧૧ पुं. નજર પડતી બચાવવાને માટે બાળકના કાનની આગળ ગાલ ઉપર કરવામાં આવતી કાજળની બિંદી; મેસની ટીલડી.
૧૨ पुं. નવની સંજ્ઞા.
૧૩ पुं. નાટકમાં જેને અંતે મુખ્ય પડદો પડે છે એવો તેનો વિભાગ.
૧૪ पुं. પર્વત; પહાડ; ગિરિ.
૧૫ पुं. બાજુ; પડખું.
૧૬ पुं. ભાગ; બાબ.
૧૭ पुं. ભાગ્ય; કિસ્મત; નસીબ.
૧૮ [ હિં. ] पुं. ( ગણિત ) મુદ્દલ રકમ સાથે દર અને મુદ્દતનો ગુણાકાર.
૧૯ [ હિં. ] पुं. મૂળાક્ષર માંહેનો એક; વર્ણમાળાનો મૂળ અક્ષર.
૨૦ पुं. ( કાવ્ય ) રૂપકના દસ પ્રકારમાંનો એક, જેમાં લોકપ્રખ્યાત નાયકનું રસયુક્ત ચરિત્ર હોય છે. એની ભાષા સરળ અને પદ નાનાં હોય છે.
૨૧ पुं. વેચાણ કીમતનો અંક.
૨૨ [ સં. અંક્ ( ગણવું ) ] पुं. સંખ્યાદર્શક ચિહ્ન; આંકડો; આંક.
૨૩ [ હિં. ] पुं. સિક્કા ઉપરની છાપ.
૨૪ स्त्री. આંકડ; છેડેથી વાળેલો સળિયો.
૨૫ स्त्री. બાથ; આલિંગન.
૨૬ न. આભૂષણ; અલંકાર.
૨૭ न. ખોટી લડાઈ; ચિત્રયુદ્ધ.
૨૮ न. ગોળ વાંકી લીટી.
૨૯ न. પાપ; ખરાબ કામ.
૩૦ न. મનુષ્યનાં બત્રીસ શુભ લક્ષણમાંનું એક.
૩૧ न. લમણું.
૩૨ न. શરીર; અંગ; દેહ.
૩૩ न. સ્થળ; સ્થાન; જગ્યા.
૩૪ न. સ્ત્રીના વસ્ત્રનો ભાગ; સોડિયું; સ્ત્રીએ પહેરેલા લૂગડાનો ડાબી બાજુનો માથાથી કમર સુધીનો ઝુલતો ભાગ.
૩૫ अ. પાસે; સમીપ; નિકટ.
૩૬ न. ગાયનના સ્વર લિપિબદ્ધ કરવા તે. જુઓ અંકન ૧૦.
૩૭ न. ( ગણિત ) બીજાવયવ; સૂક્ષ્મપાત; વર્ણ; `કોએફિશન્ટ`.